નેશનલ લીગલ સર્વિસ ડેની ઉજવણી જિલ્લા અદાલત કેમ્પસ ખાતે કરાઈ
સાબરકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નામદાર મિસ એસ.વી. પીન્ટોના અધ્યક્ષ સ્થાન નેશનલ લીગલ સર્વિસ ડેની ઉજવણી જિલ્લા અદાલત કેમ્પસ હિંમતનગર ખાતે કરાઇ હતી. જે અંતર્ગત મેગા પ્રદર્શન સ્ટોલને નાગરીકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યો હતો.
નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યુ દિલ્હીના આદેશાનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, સોલા, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૩૧.૧૦.૨૦૨૨ થી તા.13.૧૧.૨૦૨૨ સુધી લોન્ચિંગ ઓફ કેમ્પેનિંગ (i) "Empowerment of Citizens through Legal Awareness and Outreach" & (ii) "Haq_Humara_bhi_to_hai@75" Pan India Out Reach Campign અંતર્ગત અત્રેની જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર દ્વારા તા.૦૯.૧૧.૨૦૨૨ નારોજ નેશનલ લીગલ સર્વિસ ડે ની ઉજવણી જીલ્લા અદાલત કેમ્પસ ખાતે મેગા પ્રદર્શન સ્ટોલનું આયોજન કરેલ. જેમાં નામદાર મિસ એસ.વી.પીન્ટો, અધ્યક્ષ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગરના માર્ગદર્શન હેઠળ શ્રી પી.કે.ગઢવી, ફુલ ટાઇમ સેક્રેટરી, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર, શ્રી એચ.વી.ત્રિવેદી, મુખ્ય જીલ્લા સરકારી વકીલ, શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રમુખ, વકીલ બાર એસોસિયેશન, હિંમતનગર, અને દક્ષાબેન પરમાર, પી.એલ.વી. દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેગા પ્રદર્શન સ્ટોલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. જે અંતર્ગત પક્ષકારોની મોટી સંખ્યામાં હાજર રહી તેઓંને મળતા કાનૂની અધિકારો વિષે સમજાવવામાં આવ્યા અને નાલસા અંગેની જુદી જુદી સ્કીમો વિષે આવેલ પક્ષકારોને સમજુતી આપવામાં આવી અને તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા આબિદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.