બોટાદ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.જિન્સી રોયના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
બોટાદ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.જિન્સી રોયના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
કલેક્ટરએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે,સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે બોટાદ જિલ્લામાં આગામી તા.૧૬ મી ડિસેમ્બર,૨૦૨૩ સુધી ચાલનારા આ અભિયાનમાં બોટાદ જિલ્લાના શહેરી-ગ્રામીણ વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સફાઇ,નદી,તળાવ,અમૃત સરોવર,પાણીના સ્ત્રોતો,શાળા-કોલેજો,આંગણવાડી,સહીત અવિકસિત અને અનિયમિત વિકસિત એરિયાની સફાઇ કરાશે,બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે,સ્વચ્છતાની વિશેષ કામગીરીની વિગતો વિડીયો-ફોટોગ્રાફ સાથે પોર્ટલ ઉપર અપલોડ કરવા પણ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું સ્વચ્છતા હી સેવા અભિયાન પૂર્ણ થયા બાદ પણ સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓ અવિરત ચાલું રહે તે જોવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કૌશિક પરમાર અને સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કોઓર્ડિનેટર ભરતભાઇ લાણીયાએ સ્વચ્છતા હી સેવા અભિયાનની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર,તમામ તાલુકાના મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી-ચીફ ઓફીસર સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.