સર્વોચ્ચ ન્યાયાલય ના આદેશ નો ઉલ્લાળીયો દામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ અંગત લાભ માટે ડીમોલેશન કરવા ની ગેરકાયદેસર બંધાયેલી મિલકતો વેચી મારી - At This Time

સર્વોચ્ચ ન્યાયાલય ના આદેશ નો ઉલ્લાળીયો દામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ અંગત લાભ માટે ડીમોલેશન કરવા ની ગેરકાયદેસર બંધાયેલી મિલકતો વેચી મારી


સર્વોચ્ચ ન્યાયાલય ના આદેશ નો ઉલ્લાળીયો

દામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ અંગત લાભ માટે પાલિકા અધિનિયમ ૬૫/૨ ની જોગવાઈ અનુચર્યા વગર ડીમોલેશન કરવા ની મિલ્કત વેચી મારી

પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ ના આદેશ માં મફત પ્લોટ ફાળવણી રદ કરી તેના ઉપર બનાવેલ મકાનો ડીમોલેશન કરી હાઈકોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરવા ના આદેશ ના અમલ ને બદલે

ખોટા પુરાવા ઉભા કરી તેનો ખરા તરીકે ઉપીયોગ કરી સરકાર સાથે છેતરપીડી કરનાર જેલવાસ ભોગવી આવેલ એજ ચીટરો ને અંગત લાભ મેળવી મકાનો પરત કર્યા

મોદી હૈ તો મુંકીન ગમે તેવું કૌભાંડ કરી ભાજપ માં ભળો એટલે પવિત્રમ

દામનગર શહેર માં ભ્રષ્ટ શાસકો એ હદ વટાવી નામદાર ગુજરાત હાઈકોર્ટે કરેલ આદેશ નો અંગત લાભ માટે અનાદર દામનગર શહેર માં ઠાંસા રોડ મફત પ્લોટ ફાળવણી માં મોટા પાયે થયેલ ગેરવહીવટ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ માં દાખલ થતા મફત પ્લોટ ફાળવણી માં સ્થાનિક પંચાયત વિભાગ ના પદા અધિકારી અધિકારી ઓ રેવન્યુ અને શહેરી વિકાસ વિભાગ સમાજ કલ્યાણ પછાત કલ્યાણ બધા એ એકમેક ને મદદગારી કરી બનાવટી આધાર પુરાવા સનદો કબ્જા પાવતી બનાવી તેનો ખરા તરીકે ઉપીયોગ કરી કરાવી મફત પ્લોટ ફાળવણી ઓ મેળવી રાજ્ય સરકાર ની સમાજ કલ્યાણ પછાત કલ્યાણ કચેરી ઓ માંથી આવાસ યોજના ઓના લાભો મેળવી મફત પ્લોટ ની સામાન્ય શરતો નો ભંગ કરી સરકાર ની નીતિ ઑથી વિપરીત મકાનો બનાવી લીધા હોવા નું નામદાર ગુજરાત હાઈકોર્ટ ને પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ થી ધ્યાન ઉપર લાવતા ગુજરાત હાઈકોર્ટે આ કેસ માં ત્રણ જેટલી પોલીસ ફરિયાદ સરકાર પક્ષી કરી મોટા ભાગ ના પદા અધિકારી અને અધિકારી ઓને જેલ ની સજા કરાયેલ આ પ્રકરણ માં નામદાર ગુજરાત હાઈકોર્ટે ૨૧૪ પ્લોટ ની ફાળવણી વ્યાજબી ઠેરવી બાકી ના પ્લોટ ની ફાળવણી રદ કરી તેના ઉપર બનેલ મકાનો ડીમોલેશન કરી પાડી તેના આધાર પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવા કરેલ આદેશ નો પાલિકા તંત્ર એ અંગત લાભ માટે અનાદર કરી ગેરકાયદેસર ઉભા કરાયેલ મકાનો પાલિકા તંત્ર એ ડીમોલેશન ન કરી તેનો કબજો મેળવી ગેરકાયદેસર બનાવટી સનદ કબજ પાવતી ઓ બનાવી લેનાર તેજ ઈસમો ને આ મકાનો મોટી રકમો અંગત રીતે મેળવી પરત કરી નામદાર ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો અનાદર કર્યો છે પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ માં ગુજરાત હાઈકોર્ટે કરેલ આદેશ મુજબ ગેરકાયદેસર ફાળવણી રદ કરી તેના ઉપર બનેલ મકાનો નું ડીમોલેશન કરી જવાબદાર ગુનેગારો સામે સરકાર પક્ષે ફોજદારી ફરિયાદ દાખલ કરી જેલ ની સજા કરવા ના હુકમ માં પાલિકા અને તાલુકા પંચાયત લાઠી સમાજ કલ્યાણ પછાત કલ્યાણ કચેરી એ અલગ અલગ પોલીસ સરેશનો માં ફરિયાદ કરી પદા અધિકારી અને અધિકારી ઓને જેલવાસ ભોગવ્યો આજ ઈસમો ને ગેરકાયદેસર ઉભા મકાનો પરત કોની મંજૂરી થી અપયા નમદાર ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો અનાદર કરી ૧૪ વર્ષ સુધી આ ગેરકાયદેસર મકાન નું ભાડું કોણ મેળવે છે ? આ મકાનો કેટલી રકમ થી વેચી તેના નાણાં કોણે મેળવ્યા ? આ બાબતે દામનગર નગરપાલિકા સ્પષ્ટતા કરે ગેરકાયદેસર ફાળવણી બનાવટી સનદ દાખલા અને કબ્જા પાવતી ની ખરા તરીકે ઉપીયોગ કરી આવાસ યોજના વાળા મકાનો તોડી પાડી તેના આધાર પુરાવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુ કરવા ના આદેશ નો ઉલ્લાળિયો કેમ કરાયો ? પાલિકા ના આકારણી રજી એ વેરા દફતરે આ મકાનો કોની મંજૂરી મેળવી ચડાવ્યા ? દિન દસ માં સ્પષ્ટતા નહિ કરાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એમ સી એ કરવા ફરજ પડશે તેમ જાહેરહિત ના અરજદારે ચીમકી ઉચારી ચીફ ઓફિસર દામનગર ને આ અંગે સ્પષ્ટતા કરતો પત્ર પાઠવ્યો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.