ડીલકસ ચોકમાં જામનગરના એડવોકેટની મર્સીડીઝ કાર સાથે એસ.ટી.બસ અથડાઈ - At This Time

ડીલકસ ચોકમાં જામનગરના એડવોકેટની મર્સીડીઝ કાર સાથે એસ.ટી.બસ અથડાઈ


કુવાડવા રોડ પર ડીલકસ ચોકમાંથી પસાર થતા જામનગરના એડવોકેટની મર્સીડીઝ કાર સાથે એસ.ટી. બસ અડી જતા કારમાં નુકસાની થઈ હતી. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકમાં બસના ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, જામનગરના રાજનગર સોસાયટી શેરી નં.5માં રહેતા વકીલ નીલેશભાઇ કરશનભાઇ મંગે (ઉ.વ.50) એ બી.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એસટી બસના ચાલક અશોકસિંહ સહદેવસિંહ ચુડાસમાનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે જામનગર ડીસ્ટ્રીક કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. ગઇકાલે પોતે પત્ની સાથે નાનાભાઇની જીજે-10-સીજી-9030 નંબરની કાર લઇને રણછોડનગર શેરી નં.પ માં રહેતા સંબંધીને ત્યાં મળવા માટે ગયા હતા.
બાદ ત્યાંથી જામનગર જવા માટે કારમાં બેસી જતા હતા. ત્યારે કુવાડવા રોડ પર ડીલકસ ચોકમાં કાર આગળ એક જીજે-18-ઝેડ-8967 નંબરની એસ.ટી. બસના ચાલકે જમણી બાજુ વળાંક લેતા જે બસની જમણી બાજુ પાછળ પહોંચતા પોતે હોર્ન વગાડતા બસના ચાલકે કોઇ પ્રતિક્રિયા ન આપી પોતાની બસ ચલાવ્યે રાખી અને કારના આગળ ડાબી બાજુમાં અચાનક વણાંક વાળતા અડી જતા કારમાં લીસોટો પડી જતા ચાલકે બસ ઉભી રાખી દીધી હતી. પોતાની કારમાં નુકસાની થયેલ હોય તેથી પોતે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ આવી જતા બંને પક્ષને બી-ડીવીઝન પોલીસ મથકમાં લઇ ગયા બાદ પોતે ફરિયાદ નોંધાવતા પોલીસે એસ.ટી. બસના ચાલક અશોકસિંહ સહદેવસિંહ ચુડાસમા (ઉ.વ.44) (રહે.દેવચડીગામ, તા.ગોંડલ) સામે ગુનો દાખલ કરી હેડ કોન્સ્ટેબલ એચ.જે.જોગડાએ તપાસ હાથધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.