કેળવણીકાર,વતનના રતન વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા જન૨લ હોસ્પિટલમાં વિનામૂલ્યે જોઈન્ટ રીપ્લેસમેન્ટ માટેની આધુનિક આરોગ્ય સેવાનો પ્રારંભ કરાયો
અમરેલી કેળવણીકાર,વતનના રતન વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા જન૨લ હોસ્પિટલમાં વિનામૂલ્યે જોઈન્ટ રીપ્લેસમેન્ટ માટેની આધુનિક આરોગ્ય સેવાનો પ્રારંભ કરાયો અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીયેટરના માધ્યમથી અમરેલીમાં ગરીબ તથા મધ્યમવર્ગના જિલ્લાનાં છેવાડાના દર્દીઓને થાપાના ગોળાનું, ગોઠણનાં જોઈન્ટ, હાથની કોણીના જોઈન્ટ, ખભાના જોઈન્ટ વિગેરે તમામ પ્રકારનાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ શાંતાબા જનરલ હોસ્પિટલમાં નિઃશૂલ્ક તથા વિના મૂલ્યે થશે.
મારૂં એક સપનુ તથા સંકલ્પ હતો કે અમરેલી જિલ્લાનાં ગરીબ, મધ્યમવર્ગ તથા જરૂરિયાતમંદ દર્દીઓએ હજારો રૂપિયા ખર્ચીને જોઈન્ટ રીપ્લેસમેન્ટ માટે અમરેલી બહાર ન જવું પડે જે સંકલ્પ આજે સાર્થક થયો છે. અમરેલીમાં ઘર આંગણે વિનામૂલ્યે તથા નિઃશૂલ્ક જોઈન્ટ રીપ્લેસમેન્ટની સુવિધાનો પ્રારંભ કરાવી શકયા છીએ જેનો અમને અતિ આનંદ છે. – વસંત ગજેરા, ચેરમેન શાંતાબા જનરલ હાસ્પિટલ,અમરેલી સેવા પુરૂષ, વતનના રતન વસંતભાઈ ગજેરા પર સમગ્ર જિલ્લામાંથી અભિનંદન તથા આર્શિવાદની વર્ષા.
વતનના રતન,કેળવણીકાર,આરોગ્ય સેવા પુરૂષ વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઘ્વારા અમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ, ગરીબ તથા મધ્યમવર્ગના દર્દીઓ માટે અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીયેટરના માધ્યમથી જિલ્લાના દર્દીઓને થાપાના, ગોઠણના, કોણીના તથા ખભાના ગોળાના જોઈન્ટ રીપ્લેસમેન્ટની વિનામૂલ્યે તથા નિઃશૂલ્ક સુવિધા હવે પોતાના ઘર આંગણે જ અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અમરેલીમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટની સુવિધાના અભાવે જિલ્લાના ગરીબ તથા મધ્યમવર્ગનાં દર્દીઓએ હજારો રૂપિયા ખર્ચીને ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ કે સુરત જવું પડતુ પરંતુ માન.વસંતભાઈ ગજેરાના એક સંકલ્પથી હવે આ સુવિધા શાંતાબા જનરલ હોસ્પિટલ—અમરેલી ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ થતાં જિલ્લાના ગરીબ દર્દીઓના લાખો રૂપિયાનો ખર્ચ બચી જશે, આ તકે સેવાપુરૂષ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે શાંતાબા જનરલ હોસ્પિટલના આરંભથી જ મે એક સંકલ્પ લીધો હતો કે,જિલ્લાના ગરીબ, મધ્યમવર્ગ તથા જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી ખાતે જોઈન્ટ રીપ્લેસમેન્ટની નિઃશૂલ્ક સેવાનો આરંભ થાય જે નિઃશૂલ્ક આરોગ્ય સુવિધા આપવામાં અમો સફળ રહયા છીએ જેનો મને આનંદ છે. અમરેલીમાં ઘર આંગણેજ જોઈન્ટ રીપ્લેસમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવનાર વતનના રતન માન.વસંતભાઈ ગજેરા પર સમગ્ર અમરેલી જિલ્લામાંથી અભિનંદન તથા આર્શિવાદની વર્ષા થઈ રહી છે, જોઈન્ટ રીપ્લેસમેન્ટની વિનામૂલ્યે સુવિધાની આરોગ્ય સેવામાં નિષ્ઠાવાન તબીબશ્રીઓ સર્વશ્રી ડો.પુનીત ટાંક, નરેશ ચૌધરી, અંક્તિ ગાબાણી, અજય સેતા, નિશાંત સુહાગીયા, રવિ પરમાર, ધરા જોષી, જગદીશ મેર વિ.એ બાબરાના રહેવાસી સંપટભાઈ બીલાભાઈ કાંજીયાનું પ્રથમ સફળ ઓપરેશન કરીને આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.