સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ પર ધરાવી - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ પર ધરાવી


આબીદઅલી ભુરા સાબરકાંઠા
આજ તા.31.5.2024 ને વાર શુક્રવારના રોજ 7-ગઢા તાલુકા પંચાયત સીટના ગઢા ગામે VSSM NGO સંસ્થા દ્વારા ગઢા ગામનું તળાવ ઊંડુ કરવાની કામગીરી સા.કાં.જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ચેરમેન અને તાલુકા સદસ્ય ટી.વી.પટેલની ભલામણથી શરૂ કરવામાં આવી. જેમાં ચેરમેન ટી.વી.પટેલે શશ્રી ફળ વધેરી તળાવનું ખોદકામ કરવાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે VSSMના તોહિદભાઈ, ગઢાના તલાટી જીતેન્દ્રભાઈ, કનાઈ સરપંચ મહેંદીભાઈ તેમજ સમસ્ત ગઢા ગામના ઉત્સાહી નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.