રત્નકલાકારોની વહારે આવવા સરકારશ્રીને અરજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે હીરાઉધોગ સાથે સંકળાયેલા કારીગરોએ એક વિનંતી પત્ર લખ્યો
રત્નકલાકારોની વહારે આવવા સરકારશ્રીને અરજ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે હીરાઉધોગ સાથે સંકળાયેલા કારીગરોએ એક વિનંતી પત્ર લખ્યો છે.ગુજરાતમાં હીરાઉદ્યોગમા અંદાજે 20 લાખ રત્નકલાકારો કામ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમય થી મંદી ના કારણે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને દિવાળીના વેકેશન પહેલા જે કારખાના 24 કલાક ચાલતા હતા તે કારખાનાઓ મા હાલ 8 થી 9 કલાક કામ મળી રહ્યુ છે અને અઠવાડિયા મા બે રજા આવી રહી છે
જેના કારણે રત્ન કલાકારોના પગારમા 50% નો ઘટાડો થઈ ગયો છે અને કારીગરો આર્થિક સંકટ મા ફસાઈ ગયા છે જેના કારણે સુરત શહેર મા છેલ્લા ચાર મહિન મા અંદાજે 28 રત્ન કલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે અને બે મહિના સુધી રફ હીરા ની ખરીદી ઉપર પ્રતિબંધ લગાવતા રત્નકલાકારોની દિવાળી બગડે એવી પરિસ્થિતિ નુ નિર્માણ થયુ છે અને ભારે મુસીબત મા ફસાયા છે ત્યારે સરકારે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવુ જોઈએ અને રત્નદીપ યોજના જાહેર કરવી જોઈએ જેથી આવનારા સમય મા રત્ન કલાકારો ને આપઘાત કરતા અટકાવી શકાય કેમ કે દિવાળી નુ વેકેશન વહેલા પડશે અને પછી વેકેશન ક્યારે ખુલશે એનુ પણ કાઈ નક્કી નથી તેના કારણે જો સરકાર રત્ન કલાકારો ને મદદ નહી કરે તો એના ગંભીર પરિણામો આવશે
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.