મેંદરડા ખાતે આવેલ નિજાનંદ સ્કૂલમાં છેલ્લા નવ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહીં છે ત્યારે આજે અનોખી રીતે ગણપતી બાપ્પા નુ વિસર્જન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ રહ્યા હતા - At This Time

મેંદરડા ખાતે આવેલ નિજાનંદ સ્કૂલમાં છેલ્લા નવ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહીં છે ત્યારે આજે અનોખી રીતે ગણપતી બાપ્પા નુ વિસર્જન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ રહ્યા હતા


શ્રી નિજાનંદ સ્કૂલ તેમજ ક્રિષ્ના ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર મેંદરડા ખાતે છેલ્લા નવ વર્ષથી ગણેશ સ્થાપન થાય છે રંગે ચંગે ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે ગણેશ સ્થાપનાની સાથે સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે ગણેશજીની દસ દિવસની સ્થાપના બાદ આ ગણપતિ દાદા ને વિસર્જન માટે નદી તળાવ કે ડેમ ખાતે લઈ જવામાં આવતા હોય છે ત્યાં જળની અંદર દાદા નું વિસર્જન એટલે કે ઉદ્યાપન થતું હોય છે અત્યારે નદીમાં પાણી હોય નદીમાં બાપા નું સારી રીતે વિસર્જન થઈ જતું હોય છે પણ થોડો સમય બાદ નદીમાં જ્યારે પાણી સુકાઈ જતું હોય વિસર્જિત થયેલા દાદા નદી નાળા મા રજડતા નીસાથે દુર્દશા દેખાય કે દસ દસ દિવસ સુધી 56 ભાતના ભોજનો.સેવા પૂજા થયેલ હોય ત્યારબાદ દાદાની આવી દશા પુરાણો વેદોમાં કહ્યું છે ચાર દેવી-દેવતાઓ એવા છે જેનું ક્યારેય વિસર્જન થતું નથી એક ગણપતિ દાદા બીજા કુળદેવી ત્રીજા સુરાપુરા બાપા અને ચોથા ઇષ્ટદેવ આ ચારનું ક્યારેય વિસર્જન થતું નથી આ વાત એક શાળા સંચાલક તરીકે બાળકોને જ્યારે શિક્ષણની વાતો કરતા હોઈએ બાળકોમાં સંસ્કારની વાતો કરતા હોઈએ ઊંડે ઊંડે થી દુઃખની લાગણી થતી હોય છે આ વાતને ધ્યાને લઈ નવી સોચ અને નવા વિચારો સાથે નિજાનંદ સ્કૂલ અને ક્રિષ્ના ટેકનિકલ ટ્રેન સેન્ટર માં સ્થાપિત દેવતા એટલે કે ગજાનંદ ગણપતિ મહારાજ વિસર્જન ની જગ્યાએ નવી જગ્યાએ કાયમી માટે જ્યાં દાદાની સેવા પૂજા થઈ શકે કાયમી બાળકો વચ્ચે રહે એવા શુભ આશયથી દાદા ને સ્થાપિત કરી એક પહેલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં શાળાના માર્ગદર્શક સંત શિરોમણી ખાખી મઢી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય સુખરામદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં બ્રહ્મ દેવો દ્વારા મંત્રોઉચ્ચાર સાથે ગણેશજીની કાયમી પુનઃસ્થાપન વિધિ કરવામાં આવેલી હતી, સ્કુલના શાળા સંચાલક દીપક બલદાણીયા દ્વારા શાળા પરિવાર તરફથી નવતર પ્રયાસ કરવામાં આવેલ હતો
અહેવાલ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.