ભાજપના નેતાને ભગાડી દઇ સીપીએ કલેક્ટરના હુકમને મજાક બનાવી દીધો
વિધવા મહિલાનું મકાન પચાવી પાડવાનો કેસ - સીપી ભાર્ગવ જજની ભૂમિકામાં
સીપી ચુપ, એસીપી ચુપ, પીઆઇ ચુપ, ભાજપ ચુપ, કોંગ્રેસ ચુપ, આપ ચુપ અને સમાજના નેતાઓ પણ ચુપ
લોકશાહીની મજાક - મકાન પચાવી પાડવાના કેસમાં આરોપી ભાજપનો આગેવાન છે માટે તેને પકડ્યા બાદ ભગાડી દેવાયો
એક 62 વર્ષના વિધવા મહિલાનું મકાન પચાવી પાડવાના કેસમાં રાજકોટના પોલીસ કમિશનર સહિત આ કેસમાં જેટલા પોલીસ અધિકારીઓની ભૂમિકા છે તે તમામ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. જે શહેરના પોલીસના ટોચના વડા જજની ભૂમિકામાં હોય ત્યારે નિર્દોષ, લાચાર વિધવા મહિલાને ન્યાય મળવો કદાચ મુશ્કેલ છે. આરોપીઓને પકડીને પોલીસ મથક લાવવામાં આવે છે ત્યારબાદ તેઓને ભગાડી દેવાય છે. આવી ગંભીર ઘટના કદાચ ગુજરાતમાં પ્રથમ વખત બની હશે કે, એક આઇપીએસ અધિકારી અને તે પણ એડિશલ ડીજી કક્ષાના છે તેઓ આ ઘટનાના મુખિયા છે. વિધવાને ન્યાય અપાવવાની વાત તો દૂર પરંતુ પોલીસ કમિશનર ભાર્ગવ હાલ આખા પ્રકરણને ઊંધા રવાડે ચડાવી રહ્યા છે. ખોટી માહિતી આપી રહ્યા છે, ખોટું બોલી રહ્યા છે અને વિધવાને અન્યાય થાય તેવી હરકતો કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.