સુરેન્દ્રનગર જિલ્લાના રણના અગરિયાઓ માટે પાણીના તાત્કાલિક ટેન્કરો શરૂ કરાયા. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના રણના અગરિયાઓ માટે પાણીના તાત્કાલિક ટેન્કરો શરૂ કરાયા.


સાંજ સમાચારના અહેવાલનો પડઘો - ચોપડામાં લખાયેલા પાણીના ફેરા હવે અગરિયાઓના ઝુંપડા સુધી પહોંચતા થયા.

સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત કચ્છના નાના રણમાં નિમકનગર કડુ તેમજ ખારાઘોડા વિસ્તારમાં અગરિયાઓ વસવાટ કરી અને મીઠું પકવે છે આ મીઠું સમગ્ર દેશમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે સમગ્ર દેશનું 50% મીઠું સુરેન્દ્રનગર જિલ્લો ઉત્પાદન કરે છે તેને રણમાં શિયાળાનો સમયગાળો પસાર કરી અને અગરિયાઓ રણમાં જ પોતાના પરિવાર સાથે ધામા નાખી અને ત્યારબાદ મીઠું પકવી અને પુરા દેશને મીઠું પૂરું પાડતા હોવાનું વર્ષો વર્ષની પરંપરા યથાવત છે ત્યારે ચાલુ વર્ષે પણ રણમાં અગરિયાઓ દ્વારા ઝુંપડા બનાવી અને મીઠાના પાટા કરી અને મીઠું પકવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા અગરિયાઓને પીવાનું રણમાં મીઠું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે ખાસ કરીને તંત્ર દ્વારા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી અને પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટ રાખી અને રણમાં મીઠું પકવતા અગરિયાઓના ઝુંપડા સુધી પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે સરકાર દર વર્ષે કરોડોનો ખર્ચો અગરિયાઓને પીવાના પાછળ પાણી મળી રહે તે માટે કરી રહી છે પરંતુ ચાલુ વર્ષે એક મહિનો કોન્ટ્રાક કપાયાને થઈ ગયા અને બિલ પણ બની ગયા તે છતાં પણ અગરિયાઓને પીવાના પાણીના મળ્યા આ પ્રકારની વ્યથા સામે આવ્યા બાદ ‘સાંજ સમાચારમાં આ પ્રકારના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તંત્રને ઝગડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને અગરિયાઓની વેદના સરકાર તરફ તંત્રના કાન સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે અગરિયાઓને ફુડાના રણમાં ખાસ કરીને મીઠું પકવતા હોય તે દરમિયાન પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા માટેનો કોન્ટ્રાક આપી દેવામાં આવ્યો હતો તે છતાં પણ ત્યાં પાણી નહોતું પહોંચતું અંતે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર જાગ્યું છે અને તાત્કાલિક પણે કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને આજથી આ પાણીના ટેન્કર સરુ કરવામાં આવ્યા છે ખાસ કરીને અગરિયા પરિવાર પીવાનું પાણી માટે રણમાં વલખા મારતા હોય છે ત્યારે આજથી ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે અગામી દિવસોમાં તમામ જે રણમાં મીઠું પકવતા અગરિયાઓ છે તેમના પાટા સુધી પાણી પહોંચી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી છે આજે પ્રથમ દિવસે રણ તરફ તાકાત શરૂ કરી દેવામાં આવ્યા છે અગરિયાઓના ચોપડા સુધી પીવાનો પાણી પહોંચી રહે તે માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કોન્ટ્રાક્ટ મારફતે પાણી પુરવઠા વિભાગે આજથી શરૂ કર્યો છે ખાસ કરીને અગરિયાઓ પીવાનું પાણી મેળવવા માટે ગામમાં ટ્રેક્ટર લઈ આવતા હતા જેને લઈને અગરિયાઓને પીવાનું પાણી લાવવા માટે નો ખર્ચો વધી જતો હતો બીજી તરફ અંતરયાડ રણના વિસ્તારોમાં પાણી પહોંચાડવું ખૂબ કઠીન હતું ત્યારે પ્રાઇવેટ જો પાણી મંગાવે તો અગરિયાઓને એક ટેન્કરના ચારથી પાંચ હજાર રૂપિયા થઈ જતા હતા ત્યારે આ જ અંગે તંત્રએ વ્યવસ્થા કરી છે તે છતાં પણ કોન્ટ્રાક્ટરો પાણી ન પહોંચાડતા હોવાની ફરિયાદ મળી બાદ આ અંગે પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જે કરોડોનો પાણી પહોંચાડવાનો ખર્ચો છે તે યોગ્ય રીતે કરવામાં આવે તે અંગે તંત્ર એ પણ જરૂરી સૂચના આપી હતી ત્યારે આજથી અગરિયાઓને પાણી મળતું થયું છે અગરિયા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.