બોટાદ કિંગ ઓફ સાળંગપુરના સાંનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બરવાળા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ કિંગ ઓફ સાળંગપુરના સાંનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બરવાળા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો


શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરનાં આંગણે યોગના સંયોગમાં ઉત્સાહભેર જોડાયા સાળંગપુરવાસીઓ

બોટાદ જિલ્લાના સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પાસે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બરવાળા તાલુકા કક્ષાનાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન યોગ અને અધ્યાત્મનાં સંયોગથી વાતાવરણ યોગમય બન્યું હતું. આ તકે વિવિધ યોગાસનો દ્વારા ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી યોગ માત્ર શરીરને જ નહિ પરંતુ માનસિક અને આધ્યાત્મિક બન્ને સ્થિતિને શાંત રાખે છે, એટલે યોગ આપણા જીવનમા ખૂબ જ ઉપયોગી છે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરનાં પ્રાંગણમાં આયોજિત આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઇ ખાચર, પ્રાંત અધિકારી સંજયભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર(ઇ.ચા.), પી.આઇ.શ્રી તથા સંતો-મહંતો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તથા તમામ ઉપસ્થિતોએ યોગ કરીને તન અને મનની સ્ફૂર્તિ અનુભવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.