હિંમતનગરના સાબર સ્ટેડિયમ પર રાજ્ય કક્ષાનો એક દિવસીય DLSS પીટી સ્વિમિંગ પ્રવેશ ટેસ્ટ પ્રારંભ, રાજ્યભરમાંથી 80 બાળકોએ ભાગ લીધો
હિંમતનગરના સાબર સ્ટેડિયમ પર રાજ્ય કક્ષાનો એક દિવસીય DLSS પીટી સ્વિમિંગ પ્રવેશ ટેસ્ટ પ્રારંભ, રાજ્યભરમાંથી 80 બાળકોએ ભાગ લીધો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ સાબર સ્ટેડિયમ ખાતે આજે સવારથી રાજ્ય કક્ષાનો એક દિવસીય DLSS પીટી સ્વિમિંગ પ્રવેશ માટેનો એક દિવસીય ટેસ્ટનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યમાંથી 80 બાળકોએ ભાગ લીધો છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજ્યમાં DLSS પીટી સ્વિમિંગ આવેલ દેવગઢ બારીયા, ભાવનગર, અમરેલી, ઊર્મિ સ્કૂલ બરોડા અને હિંમતનગરમાં પ્રવેશ માટેના રાજ્ય કક્ષાના ટેસ્ટનો સોમવારે હિંમતનગરના ભોલેશ્વર ખાતેના સ્ટેડિયમમાં આવેલ સ્વિમિંગ પુલમાં સવારથી પ્રારંભ થયો છે. જેમાં રાજ્યમાંથી તા.1.1.2010 બાદ જન્મેલા 57 છોકરાઓ અને 23 છોકરીઓ મળીને 80 જણા આવી પહોંચ્યા છે. આ અંગે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રોગ્રામ મેનેજર મિલન ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પાંચ સ્થળે આવેલ DLSS પીટી સ્વિમિંગમાં પ્રવેશ માટેનો ટેસ્ટમાં રાજ્યભરમાંથી આવેલ છોકરાઓ અને છોકરીઓ આવી પહોંચ્યા છે. જેમાં એંડ્યુંરન્સ ટેસ્ટ, સ્પીડ ટેસ્ટ અને સ્ટ્રોક ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મેરીટ તૈયાર થશે જે ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.