કામ કી ટેન્શન લેકે નહી, એક પ્યારી સી મુસ્કાન ઘર લેકે જાયે : પ્રદીપ મકવાણા
કામ કી ટેન્શન લેકે નહી, એક પ્યારી સી મુસ્કાન ઘર લેકે જાયે : પ્રદીપ મકવાણા
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના પીપરડી ગામે રહેતા પ્રદીપભાઈ મકવાણા જેમને જીવનમાં ખૂબ જ સારો એવો રસ્તો અપનાવ્યો છે. જે દરજી પરિવારમાંથી આવે છે હાલમાં અમદાવાદના અકસ્માત બાદ અલગ અલગ ટ્રાફિક સિગ્નલ પર જઈને લોકોને ખૂબ જ સારો સંદેશો આપે છે કે તમારો પરિવાર તમારી રાહ જોવે છે એટલે ગાડી ઓવર સ્પીડ કે ઓવરટેક ન કરવી એવો સમાજને ખૂબ જ સારો એવો સંદેશો આપે છે. જ્યારે આજના યુવાનો બાઈક લઈને રોડ કે રસ્તાઓ પર સ્ટંટ કરવા માટે નીકળે છે અને ત્યારે પ્રદીપભાઈ ખૂબ જ સારો સંદેશો લઈને ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહે છે. પ્રદીપભાઈ ની બે કે અઢી મહિનાની ઉંમરમાં જ તેમના પિતા મહેન્દ્રભાઈ વજુભાઈ દરજી અવસાન પામ્યા હતા. પણ કહેવાય ને કુવામાં હોય તો અવેડામાં આવે એટલે કે પિતામાં કાંઈક હશે ત્યારે છોકરામાં કંઈક આવો વિચાર આવ્યો હોય. ઘણી બધી મહેનત કરીને આજે ગરીબો માટે ઘણું સારું કામ કરે છે જેમ કે કરિયાણું, કપડા, છોકરાઓ માટે ભણવાના પુસ્તકો, વગેરે આવી ઘણી બધી મદદ કરે છે. નાની ઉંમરમાં આવા સદ વિચારોથી અનેક નાગરિકોમાં જાગૃતા આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.