શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ના બીજા દિવસે... - At This Time

શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ના બીજા દિવસે…


કચ્છી લેવા પટેલ મેડીકલ એન્ડ એજયુકેશનને રૂપિયા ૧ કરોડનું દાન,

લાયન્સ હોસ્પિટલને રૂપિયા ૭.૫૦ લાખની કિંમતનું ડાયાલિસિસ મશીન ભેટ,

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસ જી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજના અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ યોજાઈ હતી,

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વેદરત્ન શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની પ્રેરણાથી કચ્છી લેવા પટેલ મેડીકલ એન્ડ એજયુકેશનને રૂપિયા ૧ કરોડનો ચેક પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે અર્પણ કરાયો હતો જેના દાતા હતા સામુબેન વેલજીભાઇ ઝીણાભાઈ ગોરસીયા પરિવાર માધાપર નાઓ હતા,

કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા જણાવાયું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો સેવા ભાવ અનેરો છે દુષ્કાળમાં પાણી, ગાયો માટે ઘાસનું નિરણ,આરોગ્ય, શિક્ષણ સેવા, કોરોના સમયે ઓક્સિજન વિગેરેની સગવડ પૂરી પાડી હતી,

જ્યારે લાયન્સ હોસ્પિટલને રૂપિયા ૭.૫૦ લાખની કિંમતનું ડાયાલિસિસ મશીન પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની ઉપસ્થિતિમાં અર્પણ કરાયું હતું જેના દાતા રવજીભાઈ રામજીભાઈ પિંડોરીયા પરિવાર છે, આ અવસરે લાયન્સ હોસ્પિટલના ભરતભાઈએ જણાવ્યું હતું કે વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી અત્યાર સુધીનું રૂપિયા દોઢ કરોડ સુધીનું દાન અત્રે મળેલ છે,

શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, માધાપર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથનું હસ્તથી લખેલ લખાણ દ્વારા બનાવેલ બુકે સ્વરૂપે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને અર્પણ કરાયો હતો,
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાય રહેલ છે ત્યારે ભવ્ય ભકિત સંગીતનું આયોજન કરાયેલ હતું, સંગીતકાર કીર્તિભાઈ વરસાણી દ્વારા તેમજ ટીમ સાથે ૬૦ જેટલા સંગીતજ્ઞો વિવિધ સાજ સાથે ઉપસ્થિત હતા અને ભક્તિમય સંગીતના તાલે હરિભક્તોનો સમૂહ ઝૂમી ઉઠ્યો હતો,

આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રીઓ તથા બી.એસ.એફ.ના ડી.આઈ.જી સહિત અનેક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.