હળવદ પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના નો લાભ મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

હળવદ પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના નો લાભ મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું


આજ રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને જૂની પેંશન યોજનાનો લાભ મળે અને અન્ય પ્રશ્નો બાબતે હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબની હાજરીમાં હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબને શૈક્ષિક સંઘના હોદ્દેદારશ્રીઓ અને શિક્ષક મિત્રોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું.પ્રત્યુત્તર માં માનનીયશ્રી જયંતીભાઈ કવાડિયા અને માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ જૂની પેંશન યોજના લાગુ કરવા માટે સરકારશ્રી માં ભારપૂર્વક રજુઆત કરવાની ખાત્રી આપેલ.આ તકે હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી રજનીભાઇ સંઘાણી, માર્કેટિંગ યાર્ડના સભ્યશ્રી જયેશભાઇ પટેલ,પ્રદેશ કિસાન મોરચા ના કારોબારી સભ્યશ્રી વલ્લભભાઈ પટેલ,પ્રદેશ ભા. જ.પ.ના કારોબારી સભ્ય નયનભાઈ પટેલ,તાલુકા યુવા ભા..જ.પ.ના પ્રમુખ હિતેશભાઈ લોરીયા તેમજ અન્ય તાલુકા ભા. જ.પ.ના અગ્રણી મિત્રો હાજર રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.