સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી માટે પસંદગી પ્રક્રિયા બાબત - At This Time

સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી માટે પસંદગી પ્રક્રિયા બાબત


*સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી માટે પસંદગી પ્રક્રિયા બાબત*
****
સ્પો ર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી એટલે કે તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ/બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જણાવેલ વય અને ઉંચાઈની મર્યાદામાં રસ ધરાવનાર ભાઈઓ/બહેનોએ તા.૧૦/૦૯/૨૦૨૪ અને ૧૧/૦૯/૨૦૨૪ના રોજ સવારે ૮:૦૦ કલાકે પોતાના આધારકાર્ડ અને જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) સાબર સ્ટેડીયમ હિંમતનગર ખાતે સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે.આ માટે ૧૨ વર્ષમાં ભાઇઓ માટે ૧૬૬+ અને બહેનો માટે ૧૬૧+, ૧૩ વર્ષમાં ભાઇઓ માટે ૧૭૧+ અને બહેનો માટે ૧૬૪+, ૧૪ વર્ષમાં ભાઇઓ માટે ૧૭૭+ અને બહેનો માટે ૧૬૯+ તથા ૧૫ વર્ષમાં ભાઇઓ માટે ૧૮૨+ અને બહેનો માટે ૧૭૧+ ઉંચાઇ રહેશે. આ કસોટીની વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેંદ્ર હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.