અંબાજી નજીક શીતળા માતાની ઘાટી પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં 15 ઉપરાંત પશુઓ અને એક પશુપાલકનું મોત થયું જ્યારે ટ્રેલર 30 ફૂટ ખાડામાં ખાબકયું ..
અંબાજી..
અંબાજી નજીક શીતળા માતાની ઘાટી પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં 15 ઉપરાંત પશુઓ અને એક પશુપાલકનું મોત થયું જ્યારે ટ્રેલર 30 ફૂટ ખાડામાં ખાબકયું ..
બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર અકસ્માતોની ઘટના સર્જાતી હોય છે અનેક સ્થળો પર અકસ્માત સર્જાતાની સાથે લોકોના મોત નિપજતા હોય છે જ્યારે અંબાજી ખાતે પણ અંબાજી તરફથી પાવડર ભરી ટ્રેલર આબુરોડ તરફ જઈ રહ્યું હતું તે સમયે શીતળામાતાની ઘાટી નજીક ટ્રેલર નો અકસ્માત સર્જાયો હતો ટ્રેલરે 15 જેટલા પશુઓ ને જપેટમાં લીધા હતા જેમાં 14 જેટલી ભેંસો અને એક ગાય નું મોત નિપજ્યું હતું જ્યારે એક પશુપાલકનું પણ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વધુમાં અક્સ્માતમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી જેમને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા ચોક્કસથી કહી શકાય કે અંબાજી તરફથી આબુરોડ તરફ પાવડર ભરી ટ્રેલર જઈ રહ્યું હતું ટ્રક તે સમયે એકાએક અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે ભેંસોના મોત નિપજતા મોટી સંખ્યામાં પશુપાલકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાથે જ આ અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોખનું માહોલ છવાયો હતો અને ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે અકસ્માતની જાણ અંબાજી પોલીસને થતા અંબાજી પોલીસ ઘટના સ્થળે આવી અને વધુ તપાસ હાથ ધરી હતી.....
રિપોર્ટર:- નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.