રાજકોટની જનાના હોસ્પિટલ ફરી વિવાદમાં અધવચ્ચે અચાનક લિફ્ટ બંધ થતાં નર્સિંગના સ્ટુડન્ટસ ફંસાયા, સદનસીબે જાનહાનિ ટળી - At This Time

રાજકોટની જનાના હોસ્પિટલ ફરી વિવાદમાં અધવચ્ચે અચાનક લિફ્ટ બંધ થતાં નર્સિંગના સ્ટુડન્ટસ ફંસાયા, સદનસીબે જાનહાનિ ટળી


રાજકોટનાં સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી જનાના હોસ્પિટલનું વડાપ્રધાન મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, લોકાર્પણનાં એકાદ મહિનામાં જ આ હોસ્પિટલમાં પાણીની મુશ્કેલી સહિતની અનેક તકલીફો હોવાનું સામે આવી ચૂક્યું છે. ત્યારે આજે આ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં જનાના હોસ્પિટલમાં અચાનક લિફ્ટ બંધ થઇ જતા અમુક નર્સિંગ સ્ટુડન્ટસ ફંસાયા હતા. જોકે, આ અંગેની જાણ થતાં તરત લિફ્ટ ટેક્નિશિયનો દોડી આવ્યા હતા અને ગણતરીની મિનિટો બાદ તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. જેને પગલે સદનસીબે જાનહાનિ ટળી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતા કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.