યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 24-12-2024ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા - At This Time

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 24-12-2024ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 24-12-2024ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું હતું. તેમાં સાહિત્ય વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. બાહ્ય-વિષય નિષ્ણાતરૂપે દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી અને ઇંડૉલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દ્વારકાના પૂર્વ નિયામક પ્રો.જય પ્રકાશ નારાયણ દ્વિવેદી, સાહિત્ય ફેકલ્ટીના ડીન/સભ્ય અને માર્ગદર્શકરૂપે ડૉ. ડી.એમ. મોકરિયા, સાહિત્ય વિષયના માર્ગદર્શકરૂપે યુનિવર્સિટી સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા - ભરૂચના પ્રધાનાચાર્ય ડૉ. હરિશ્ચંદ્ર ભટ્ટ અને સભ્યસચિવ-માર્ગદર્શકરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર શ્રી રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન પણ રાહુલ ત્રિવેદીએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.