વીર સાવરકર નગરમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર પાડોશી દંપતિનો હુમલો
વીર સાવરકર નગરમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર પાડોશી દંપતિએ લાકડીથી હુમલો કરતાં તેણીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કાલાવડ રોડ પર વીર સાવરકર નગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતાં નીતાબેન રાજુભાઈ ભરાડીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે માધવીબેન ખીમસૂરિયા, વિજય ખીમસૂરિયા (રહે.મુખ્યમંત્રી આવાસ યોજના વીર સાવરકર નગર બ્લોક નં. 606) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ તેમના પુત્ર અવિનાશ સાથે ધરે હતા ત્યારે નીચેના માળે રહેતા માધવીબેન એકાદ કલાકથી બોલતા હતા કે, ઉપર ના માળ વાળા કચરો નાખે છે .
તેમ કહી ગાળો બોલતા હતા જેથી તેને ગાળો બોલવાની ના પાડતા થોડીવારમાં આ માધવીબેન અને તેનો પતિ વિજય ધર પાસે ઘસી આવી ઝધડો કરવા લાગેલા હતા અને વીજયએ લાકડી ફટકારતાં હાથમાં ઈજા પહોંચી હતી. બાદમાં બંને પતિ-પત્નિએ ઝધડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતાં. બાદમાં તેણીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.