બોટાદના હરણકુઈ વિસ્તાર રોડ પર ગટરના પાણી વહ્યાં
બોટાદના હરણકુઈ વિસ્તાર રોડ પર ગટરના પાણી વહ્યાં
હરણકુઈ વિસ્તારમાં અનેકવાર ગટર ઊભરાઈ છે ,છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કેમ નહિ,ક્યારે અટકશે ઉભરાતી ગટરો?
બોટાદના હરણકુઈ વિસ્તાર રોડ પર ગટરના પાણી વહ્યા, અનેકવાર ગટર ઊભરાઈ છતાં ગટર સાફ કરી તંત્ર સંતોષ માની બેસી જાય છે ,બોટાદ શહેરમાં આવેલ હરણકુઈ રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રોડ ઉપર ગટરનું દૂષિત પાણીને લઈને લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે ત્યારે આ ગટરના પાણી જાહેર રોડ પર ફેલાતા ખૂબ જ ગંદકીનો ફેલાવો થાય છે અને મચ્છરનો ઉપદ્રવ થઈ રોગચાળો ફેલાવવાની પણ શક્યતા રહેલી છે. ત્યારે તંત્ર દ્રારા વહેલી તકે ઉભરાતી ગટરના ગંદા પાણીથી રહિશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે જેથી કરીને વિસ્તારમાં થતી ઓવરફ્લો ગટરોને લઈને નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કાયમી પ્રશ્ન હલ કરવા સ્થાનિક લોકોની માંગ છે અવારનવાર રાજુભાઈ ના દવાખાના પાસે આવેલ ગટર તથા હરણકુઈ ઢાળ પાસે આવેલ ધાર્મિક સ્થળો પાસે રહેલ કુંડીમાની ગટર ઉભરાતી રહે છે માટે વહેલી તકે ગટર વ્યવસ્થા યોગ્ય કરી અને ઉભરાતી ગટરો બંધ કરો તેવી વિસ્તારના રહીશો દ્વારા માંગ.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.