પડધરીના મોટા રામપર ગામે મહિલા સહિત ત્રણનો સામુહિક આપઘાત
પડધરી તાલુકાના મોટા રામપર ગામની સીમમાં આજે સવારે સીઅનેજી રીક્ષામાં મહિલા સહિત ત્રણ વ્યકિતએ ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ પડધરી પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઈ ત્રણેય મૃતકોને પી.એમ. અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પીએસઆઈ જી.જે.ઝાલા સહિતના – સ્ટાફે તપાસ આદરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડઘરી નજીક આવેલા
મોટા રામપર ગામે ખરાબાની જમીનમાં જી.જે.૦૩ બી એકસ ૨૮૫ નંબરની સીએનજી રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત ત્રણ લોકો પડયા હોવાની જાણ પીએસઆઈ જી.જે. ઝાલા સહિતના સ્ટાફને થતા કાફલો દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત ત્રણ લોકોને જોતા પોલીસે ૧૦૮ને જાણ કરતા દોડી આવ્યા હતા.
જયાં ૧૦૮ના સ્ટાફે ત્રણેયને મૃત જાહેર કરતા પોલીસે મૃતકોની ઓળખ મેળવવા મોબાઈલ અને રીક્ષા નંબરના આધારે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા આશરે ૪૫ ઉંમરની, એક યુવાન અને પ્રૌઢ હોવાનું જણાય આવે છે. ઓળખ મળ્યા બાદ મોતનું કારણ બહાર આવશે. તેમ પી.એસ.આઈ. જી.જે. ઝાલાએ જણાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રીક્ષા જસદણ તાલુકાના ટેટૂંકી ગામના સુરેશભાઈ સાકરીયા નામના યુવાનની રીક્ષા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પોલીસે મૃતકના મોબાઈલ નંબરના આધારે પરિવારજનોનો સંપર્ક કરતા તેઓ દોડી આવ્યા છે. પોલીસે ત્રણેય મૃતકોનું પીએમ કરી મૃતદેહ પરિવારજનોને સોપી આપઘાતનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.