હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી. શાખપુર ગ્રામ પંચાયત નું કામ ૭ વર્ષ થી ટલ્લે ચડાવતું તંત્ર - At This Time

હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી. શાખપુર ગ્રામ પંચાયત નું કામ ૭ વર્ષ થી ટલ્લે ચડાવતું તંત્ર


હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી. શાખપુર ગ્રામ પંચાયત નું કામ ૭ વર્ષ થી ટલ્લે ચડાવતું તંત્ર

ગતિશીલ ગુજરાત માં ૭ વર્ષ થી શાખપુર પંચાયત નું કામ ટલ્લે ઢોલ વગાડી તંત્ર ને જગાડીશું

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયતનું કામ છેલ્લા સાત વર્ષથી અધુરુ અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી શાખપુર સરપંચ જસુભાઈ ખુમાણ દ્વારા જિલ્લા તાલુકા સંકલન મુખ્યમંત્રી વેબ પેજ પર ધારાસભ્ય શ્રી અને સાંસદ સભ્યશ્રીઓ સુધી આ રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ પંચાયત બિલ્ડીંગ ન હોવાથી તલાટી કમ મંત્રી સાંસ્કૃતિક હોલમાં બેસીને ગ્રામ પંચાયત કચેરી નો વહીવટ કરે છે સરપંચ આ મુદ્દા સાથે ફરી વખત મેદાનમાં આવીને ગ્રામ પંચાયત કચેરીનો આ પ્રશ્ન આગામી વિધાનસભા સત્રમાં ધારાસભ્યને સાથે રાખીને રજૂઆત કરાશે ગુજરાતમાં આ એકમાત્ર એવું ગામ હશે કે ત્યાં ગ્રામ પંચાયત કચેરીનું બિલ્ડીંગ નહીં હોય જેથી આગામી રજૂઆત કરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે ઢોલ વગાડી અને આ મુદ્દા બાબતે તંત્રને જાગૃત કરાશે તેવી રજૂઆત શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.