લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા મહીઇટાડીમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો - At This Time

લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા મહીઇટાડીમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો


લાયન્સ ક્લબ -બાલાસિનોર દ્વારા અંધજળ મંડળ નડિયાદના સહકારથી લા. યસુફભાઇ ચોક્સીનો જન્મ દિન હોવાથી તેમના સૌજન્યથી ગલતેશ્વર તાલુકાના મહિઈટાડી ગામમાં નેત્ર ચિકિત્સા તથા જરૂરિયાતવાળા દર્દીઓને ચશ્માં વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં 266 દર્દીઓની તપાસ કરી 198ને ચશ્માં આપવામાં આવ્યા હતા.તદ્દઉપરાંત ફૂડ ફોર હંગર કાર્યક્રમ હેઠળ આંગણવાડી, પ્રાથમિક શાળા મહિઈટાડી તથા પ્રાથમિક શાળા -ભરમા ગામના કુલ -275-વિદ્યાર્થીઓને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લા. પ્રમુખશ્રી ગીરીશભાઈ, લા. પી. કે. શર્મા, લા. પ્રવીણભાઈ સેવક, લા. કાંતિભાઈ પટેલ, લા.યુસુફભાઇ ચોક્સી, લા.શીવાભાઈ પ્રજાપતિ
માજી સરપંચ તથા ગામના વડીલો મોટી સંખ્યામાં હાજર રહીને સદર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.