ટોઇંગ કરેલ એક્ટિવા છોડાવવા માતા - પુત્રીનો મહિલા પોલીસ પર હુમલો: ફરજમાં રૂકાવટ - At This Time

ટોઇંગ કરેલ એક્ટિવા છોડાવવા માતા – પુત્રીનો મહિલા પોલીસ પર હુમલો: ફરજમાં રૂકાવટ


રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે રોડ પર પડેલ એક્ટિવા ટોઇંગ કરતાં જ ચાલક દંડ ભરવા તૈયાર થયા પણ સાથેની માતા-પુત્રીએ ટોઇંગ કરેલ એક્ટિવા છોડાવવા મહિલા પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. અમો કોણ છીએ તું જાણતી નથી હવે તું નોકરી કઇ રીતે કરે છે જોઇ લેજે ધમકી પણ આપી હતી.
બનાવ અંગે હાલ રાજકોટ ટ્રાફિક શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં રાધિકાબેન અશોકભાઈ મકવાણાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફિરોજાબાનું ગુલામહુસેન વળદળીયા અને શમશાબાનું ગુલામહુસેન વળદળીયાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે સાંજના પાંચ વાગ્યાથી ટ્રાફિક શાખાનાં ટોઇંગ વાહનમાં ફરજ પર હતાં. તેઓ સેકટર નંબર-1 માં કુવાડવા રોડ ડી માર્ટ વિસ્તારમાં ટોઇંગ વાઇન ઇન્ચાર્જ તરીકે ફરજમાં હતાં. તેમની સાથે ટોઇંગ વાહનનાં ડ્રાઇવર સુરેશભાઇ પરમાર, હેલ્પર પ્રકાશભાઈ વાળા સહિતના કર્મચારી હતાં.
તેઓ સ્ટાફ સાથે સાંજના સાતેક વાગ્યા આસપાસ પારેવડી ચોકથી ગ્રનલેન્ડ ચોકડી તરફ જતા કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે આવતા ત્યાં રોડ ઉપર એક કાળા કોલરનું એકટીવા નં. જીજે-03-એલએસ-9895 પડેલ હતું.
તે એક્ટિવા સાથે રહેલ કર્મીઓએ ટોઇંગ કરેલ તે દરમ્યાન આ એકટીવાના ચાલક સેજલબેન ભટ્ટી ત્યાં આવી ગયેલ અને તેણી સાથે અન્ય બે મહીલા પણ ત્યાં હાજર હતા. જેમાં એકનું નામ ફીરોજાબાનુ વળદડીયા અને તેની દિકરી શમશાબાનું હતું.
એકટીવા ચાલક સેજલબેન ભટ્ટીની પાસે લાયસન્સ તથા અન્ય કાગળો માંગતા તેણી તેમની પાસે રહેલ મોબાઇલમાં લાયસન્સ તથા કાગળો સર્ચ કરતા હતા. તે વખતે ફીરોજાબાનુએ કહેલ કે, આ સેજલબેન મારા ફ્રેન્ડ છે, તેનું ટોઇંગ કરેલ એકટીવા તું નિચે ઉતારી દે અને તું અહીંથી જવા દે નહી તો સારા વાટ નહી રહે તેમ ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરવા લાગેલ હતી.
ત્યારે એકટીવા ચાલક સેજલબેન ભટ્ટીએ દંડ ભરવાનું સ્વીકારેલ અને તેઓએ પોલીસ સાથે માથાકૂટ ન કરવાનું ફીરોજાબાનુને જણાવેલ હતું. તેમ છતા આરોપી માતા-પુત્રી બંન્ને તેઓની ઝઘડો કરી ગાળો બોલાવા લાગેલ હતા. તેમજ બન્નેએ તેઓને એકટીવા નીચે ઉતારી દેવાનું કહેલ અને એકટીવા નીચે નહી ઉતારે તો સારાવાટ નહી રહે તેમ ધમકી આપી હતી.
ઉપરાંત બંને માતા-પુત્રીએ તેણીનો શર્ટનો કાઠલો પકડી નીચે પાડી દઇ ઢીકાપાટુ મારવા લાગેલ અને બન્ને ગાળો આપવા લાગેલ હતા. તેમજ બંનેએ કહેલ કે, અમો કોણ છીએ તું જાણતી નથી હવે તું નોકરી કઇ રીતે કરે છે એ જોઇ લેજે તેમ ધમકી આપેલ હતી. બાદમાં ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બી. ડીવીઝન પોલીસ સ્ટેશનનની પીસીઆર ગાડી આવી ગયેલ હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ વિ. એચ.પરમાર અને સ્ટાફે તપાસ હાથ બંને મહિલા આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.