સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી દ્વારા લમ્પી રોગ સંદર્ભે પશુઓનું રસીકરણ કરાયું.
સૌરાષ્ટ્ર પ્રતિબિંબ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર
ડેરી દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ટીમ બનાવી રસીકરણની કામગીરી હાથ ધરાઈ.
છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં લમ્પી સ્કીન રોગના કેસો સામે આવી રહ્યા છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા લમ્પીથી અસરગ્રસ્ત 17 જિલ્લાઓમાં આ રોગ સામે પશુઓને રક્ષણ મળે તે માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી દ્વારા પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.આ અંગે વાત કરતા સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા લમ્પી રોગ સંદર્ભે રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરસાગર ડેરી દ્વારા ૭૨ લોકોની ટીમ બનાવીને જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સુરસાગર ડેરી પાસે 50,000 રસીના ડોઝ ઉપલબ્ધ છે તેમજ આગામી સમયમાં બે લાખ જેટલા રસીના ડોઝ ડેરી દ્વારા ખરીદવામાં આવશે અને જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓનું વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.