ડોળાસામાંથી પસાર થતો હાઇવે ઉબડ-ખાબડ વાહન ચાલકો ત્રસ્ત - At This Time

ડોળાસામાંથી પસાર થતો હાઇવે ઉબડ-ખાબડ વાહન ચાલકો ત્રસ્ત


કોડીનાર તાલુકાના ડોળાસા ગામના લોક અહી થી પસાર થનાર વાહન ચાલકો ધૂળની ડમરીઓથી ત્રાહિમામ પોકારી ગયા છે આ પહેલા રોડ ઉપર મોટા મોટા ખાડા બાદમાં અને હવે ધૂળની ડમરીઓ ઉડતા લોકો અહીંથી પગપાળા ચાલતા પણ ત્રાસી જાય છે

કોડીનારના ડોળાસા ગામમાંથી પસાર થતો નેશનલ હાઇવે છેલ્લા પાંચ વર્ષથી ગોકુળ ગાય ગતીયે કામ ચાલી રહ્યું છે અને પાંચ વર્ષથી સ્થિર હાલત વ્યવસ્થામાં છે અવારનવાર રજૂઆતો કરવા છતાં નવો પહેવાર રોડ બનાવવા કોઈ નક્કર કાર્યવાહી થતી નથી ચોમાસામાં પહેલા નબળા મટીરીયલ થીગડા મારવામાં આવ્યા હતા જે પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા ડોળાસા ગામના રોડ બિલકુલ ખરાબ વ્યવસ્થામાં મુકાયો છે ચોમાસાની શરૂઆતમાં ડોળાસા ગામમાંથી પસાર થતા હાઇવેમાં મોટા મોટા ખાડા પડી ગયા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલ મુકાયા છે

દેકારો થતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓમાં માટી નાખવા ના કારણે રોડ ઉપર થોડા પણ આ માટી ઉપર વરસાદ થતાં આ ખાડાઓ રોડ ઉપર ની રગડી ફેલાતા આ રોડ ગટરમાં ફેરવાયો હતો હવે ત્રણ દિવસથી તડકો પડતો હોવાથી આ રગડી સુકાઈ ગઈ તો હવે આખા રોડ ઉપર ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલુકો અને દુકાનદારો તોબા પોકારી ગયા છે

ડોળાસા ગામમાં માથી પસાર થતો હાઇવે દિવાળી પછી બનશે તેમ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવ્યું છે પણ લોકોની ધીરજ ખૂટી છે હાલ પુર દૂરની ડમરીઓ ઉડતા બંધ થાય તેવી કાર્યવાહી કરવા માંગ ઉઠી છે

રીપોર્ટસ ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon