નવા કોર્ટ બિલ્ડીંગમાં આડેધડ પાર્કિંગ કરનાર સામે કાર્યવાહી થશે
નવા કોર્ટ બિલ્ડીંગમાં આડેધડ પાર્કિંગ કરનાર સામે કાર્યવાહી થશે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ટ્રાફિક કોર્ટ દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ છે. મોટું પાર્કિંગ હોવા છતાં વ્યવસ્થિત પાર્કિંગ ન કરાતા હવે કસુર કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે.
નોટિસમાં જણાવ્યા મુજબ, નવી કોર્ટ બિલ્ડિંગમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર પાર્કીંગ માટે પુષ્કળ પ્રમાણમાં જગ્યા ફાળવવામાં આવેલ છે અને જે મુજબ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર પાર્ક થાય તે જરુરી જણાય છે. કોર્ટ બિલ્ડીંગના પાર્કીંગ સિવાય જાહેર રસ્તા કે પેસેજમાં કોઈ પણ વાહન પાર્ક ન થાય તેની તકેદારી રાખવી પણ જરુરી જણાય છે. પાર્કીંગની વ્યવસ્થા અન્વયે ટ્રાફીક વોર્ડનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેઓની કામગીરી કોર્ટ પરિસરમાં પાર્કિંગની વ્યવસ્થા વ્યવસ્થિત જળવાઈ રહે તે બદલની છે. જેથી તેઓને સહકાર આપવા રાજકોટના તમામ વકીલો તથા કોર્ટ સ્ટાફને સૂચના કરાઈ છે. કોર્ટ પરિસર બિલ્ડીંગમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કીંગની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા હોય તે પાર્કીંગમાં વાહન પાર્ક કરવા અને તેમ કરવામાં કોઈ કસુર કરશે તો તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેની નોંધ લેવા પણ કચેરીના સત્તાવાર આદેશમાં જણાવાયું છે.
અદ્યતન નવા કોર્ટ બિલ્ડીંગમાં સ્વચ્છતા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. જેથી અહીં ગંદકી કરનાર કે થુંકનારને રૂ।000નો દંડ કરવામાં આવશે. આ નિયમની અમલવારી હવે શરૂ થઈ ગઈ છે. સોશ્યલ મીડિયામાં રૂ।000નો દંડ કરાયાની એક પહોંચ વાઈરલ થઈ છે. આજે જ રજીસ્ટાર કમ નાઝર જ્યૂ. મેજી. ફ. ક. મ્યુનિ. કોર્ટ દ્વારા દંડની પાવતી ઇશ્યુ કરાઈ છે. ઉલ્લેખનીય છેકે 110 કરોડના ખર્ચે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ રાજકોટને મળ્યું છે. જેથી અહીં આવતા વકીલો, પક્ષકારો, કોર્ટ સ્ટાફ સહિતના લોકોની જવાબદારી બની રહે છે કે અહીં સ્વચ્છતા જાળવવી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.