31 ઓગસ્ટના રોજ JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ દ્વારા ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ 31 ઓગસ્ટના રોજ JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ દ્વારા ત્રિદિવસીય સાપુતારા,શબરી વન,પંપા સરોવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે સ્થળોમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રસ્તુત શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થી મિત્રોને ડાંગ જિલ્લાની પ્રાદેશિકતા તેમજ આદિવાસીઓનું લોકજીવન તેની સભ્યતા અને સંસ્કૃતિ તથા તેમના સંગ્રહાલયોની અંદર પુરાતન સંસ્કૃતિના કેટલાક અવશેષોનું દર્શન કરાવવામાં આવ્યું હતું. અને આદિવાસીના રીતિ રિવાજો તથા તેની લોક સંસ્કૃતિ વગેરે બાબતોથી પ્રવાસાર્થી વિદ્યાર્થીને માહિતગાર કરવામાં આવ્યા હતા.તેમજ રામ ભક્ત શબરીમાની અપ્રતિમ ભક્તિથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.ઉપરાંત રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રદેશોનો દેખાડી એ લોખંડી પુરુષના જીવનની ઝાંખી કરાવી હતી.વાસ્તવમાં સાપુતારા ડાંગનો પ્રવાસ વિદ્યાર્થી માટે શૈક્ષણિક હેતુ તેમજ વિભિન્ન જ્ઞાનથી માહિતગાર કરવાનો હતો જેમાં શાળાના આયોજનને ખૂબ સારી એવી સફળતા મળી હતી.સમગ્ર પ્રવાસનું આયોજન શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.