રાજકોટમાં પ્રેમીએ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું, પ્રેમિકા પર હત્યાનો આરોપ મૂક્યો, થેલામાંથી મળેલા પેટ્રોલના શીશાએ રહસ્ય ખોલ્યું
રાજકોટના મોરબી રોડ પર રહેતા કડિયા રાજેશ રામાણીને તેની પ્રેમિકાએ 6 જાન્યુઆરીએ વાંકાનેર બાઉન્ડરી પાસે બોલાવી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન રાજેશનું મોત નીપજતાં વાંકાનેર પોલીસની તપાસમાં રાજેશે જાતે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. રાજેશના થેલામાંથી મળેલા પેટ્રોલના શીશાએ આખું રહસ્ય ખોલી નાખતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
રાજકોટના મોરબી રોડ પર સ્વસ્તિક વિલામાં રહેતા અને કડિયાકામ કરતા રાજેશ પરસોતમભાઈ રામાણી (ઉં.વ.45)ને ગત 6 જાન્યુઆરીએ સળગેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમણે એવી કબૂલાત આપી હતી કે બે માસથી સાથે રહેતી દાહોદ પંથકની ગીતા નામની મહિલા ઘરમાંથી ચોરી કરીને જતી રહી હતી. બનાવના દિવસે આ મહિલાએ મને વાંકાનેર બાઉન્ડરી પાસે બોલાવતાં ત્યાં જતાં મેં તેને ચોરી અંગે પૂછતાં તેણે ઝઘડો કરી મારા પર પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. જોકે રાજેશનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.