ઉના વરસીંગપુર રોડ પર bsnl ની ઓફિસની સામે જાહેરમાં જુગાર રમતા 8 ઇસમોને રોકડ રૂપિયા 53,980 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી ઊંના પોલીસ
તા .૧૬ / ૦૭ / ૨૦૨૨ ઉના વરશીંગપુર રોડ BSNL ઓફીસની સામે થી જાહેરમાં જુગાર રમતાં ૮ ઇસમોને રોકડ રૂપીયા .૫૩,૯૮૦ / -સાથે ઝડપી પાડતી ઉના પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ , જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત - નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ.શ્રી.એમ.યુ.મસી સાહેબ નાઓનીસુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોની ટીમો બનાવી જુગાર રમતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ એ.એસ.આઇ.એચ.આર.ઝાલા તથા પો.હેડ કોન્સ.પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા વિશાલભાઇ અભેસિંગભાઇ તથા પો.કોન્સ.રાહુલભાઈ નારણભાઈ તથા ભીખુશા બચુશા તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ એ રીતેના પો.સ્ટાફના માણસો પો.સ્ટે . હાજર હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ.રાહુલભાઈ નારણભાઈ તથા કનુભાઇ નાજાભાઇ ને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે ઉના વરશીંગપુર રોડ બી.એસ.એન.એલ. ઓફીસની સામે અમુક ઈસમો જાહેરમાં ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર - જીતનો જુગાર રમી રમાડે છે.તેવી હકિકત આધારે રેઇડ કરતા આરોપીઓ ( ૧ ) રવીભાઈ ઉર્ફે બુચી દેવચંદભાઈ બાંભણીયા ઉ.વ .૨૭ રહે.ઉના ધનરાજ કોમ્પલેશ , વેરાવળ રોડ ( ર ) સનીભાઈ દેવચંદભાઈ બાંભણીયા ઉ.વ .૨૧ રહે.ઉના નર્સરી પાસે ચાંચકવડ રોડ ( ૩ ) કમલેશભાઈ ડાયાભાઈ બાંભણીયા ઉ.વ .૩૭ રહે.ઉના સુર્યમુખી હનુમાન મંદીર પાસે ગીર ગઢડા રોડ ( ૪ ) મુકેશભાઈ ઉર્ફે મુકો કાનાભાઈ બાંભણીયા ઉ.વ .૪૨ રહે .ઉના રામનગર ખારો ( ૫ ) વિપુલભાઈ ચંદુભાઈ સોલંકી ઉ.વ .૨૭ ધંધો- રહે.ઉના મીલન ગેસ્ટ હાઉસની બાજુમાં ( ૬ ) જયેશભાઈ લાલજીભાઈ સોલંકી ઉ.વ .૨૫ રહે.ઉના રામનગર ખારો ( ૭ ) શૈલેષભાઈ નાનુભાઈ બારૈયા ઉ.વ . ૩૫ રહે.ઉના અંબાજીનગર ( ૮ ) નયનભાઈ બોધાભાઈ ભાલીયા ઉ.વ .૨૧ રહે.ગરાળ કુંભાર શેરી તા.ઉના જી.ગીર - સોમનાથ વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ ૩.૫૩.૯૮૦ / - ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે . અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨૨૧૦૨૬ / ૨૦૨૨ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે.આ કામની તપાસ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા ચલાવી રહ્યા છે .
( એમ.યુ.મસી ) પોલીસ ઇન્સ્પેકટર ઉના પોલીસ સ્ટેશન
રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.