પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની જ્ઞાનોદય મોડેલ સ્કૂલ,તલાવડીનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર - At This Time

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની જ્ઞાનોદય મોડેલ સ્કૂલ,તલાવડીનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર


સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ હાલોલ દ્વારા CSR પ્રોગ્રામ
અંતર્ગત તૈયાર થયેલ પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત જ્ઞાનોદય તલાવડી પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરાયું હતું.

નવ નિર્મિત શાળા ખાતે નવીન બે ઓરડા, બાળકો માટે શૌચાલય,બાળ કિલ્લોલ પ્રજ્ઞા વર્ગ, ડિજિટલ ક્લાસ રૂમ,વોટર કૂલર, શાળાનું કલર કામ,કેમ્પસ ડેવલોપમેન્ટ, શાળા રંગ રોગાન,સ્વાનુભવ TLM લેબ જેવા નવીન પ્રોજેક્ટ મળીને કુલ રૂ. ૬૯ લાખના વિકાસકાર્યોનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રીના પ્રયત્નોથી શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. આજે છેવાડાના અને આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. કાર્યક્રમ વખતે મુખ્યમંત્રીશ્રીના સંદેશ પત્રિકાઓનું વિતરણ પણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલ, સન ફાર્મા કંપનીનાશ્રી પ્રતિક પંડ્યા સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો,વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.