જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષસ્થાને ૧૯૬૨ મોબાઈલ પશુ દવાખાનાંની બેઠક યોજાઇ - At This Time

જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષસ્થાને ૧૯૬૨ મોબાઈલ પશુ દવાખાનાંની બેઠક યોજાઇ


સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે  કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં. દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાંની કમિટી બેઠક યોજાઇ હતી. જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ દ્વારા ૨ વર્ષમાં કુલ ૧,૬૩,૦૦૧ પશુઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી છે. આ સેવા દ્રારા રસ્તે રઝળતા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. આ ૧૯૬૨ દ્રારા જેમ નાગરીકોને ૧૦૮એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ છે તેમ પશુ-પક્ષીઓને ૧૯૬૨ થકી તાત્કાલીક સારવાર આપવામાં આવે છે. કલેકટરશ્રીએ પશુપાલકો આ યોજનાનો વધુ લાભ લે  તેમ જણાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
 
     આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,નાયબ પશુપાલન નિયામકશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી (માર્ગ અને મકાન)  તથા એમ.વી.ડી ૧૯૬૨નાં પ્રોગ્રામ મેનેજર શ્રી ડૉ. મયંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.