અમદાવાદ રેલ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન. - At This Time

અમદાવાદ રેલ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન.


અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક, શ્રી તરૂણ જૈનજી ની અધ્યક્ષતામાં તારીખ 03/10/2022 ના રોજ મંડળ રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, આ અવસરે સમિતિના અધ્યક્ષ શ્રી તરૂણ જૈન દ્વારા અમદાવાદ મંડળની ત્રિમાસિક વેબ પત્રિકા "આશ્રમ સૌરભ"ના "ચાલીસમા" અંકનું વિમોચન કરવામાં આવ્યું, પ્રત્યેક ત્રિમાસિકમાં આયોજિત કવિ/લેખકોના જયંતિ સમારોહના આયોજનની શ્રેણીમાં વિખ્યાત હિન્દી કવિ રામધારી સિંહ દિનકરજી ની જયંતિ ખૂબ હર્ષોઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી,

મંડળ રેલવે પ્રબંધક મહોદય દ્વારા રામધારી સિંહ દિનકરજીની પ્રતિમાને માળા અર્પણ કરવામાં આવી અને રાજભાષા વિભાગ દ્વારા વિખ્યાત કવિ રામધારી સિંહ દિનકરજી ના જીવન પર પાવર પોઈન્ટના માધ્યમથી રોમાંચક પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું,

મંડળ રેલેવે પ્રબંધક મહોદયે ઉપસ્થિત તમામ શાખા અધિકારીઓને કહ્યું કે રાજભાષાનું વધુને વધુ કાર્ય થઈ રહ્યું છે આ વર્ષે મુખ્ય પ્રબંધક દ્વારા રાજભાષા કાર્યાન્વયન માટે મંડળને કાર્યકુશળતા શીલ્ડ પણ પ્રાપ્ત થઈ છે, માનનીય સંસદીય રાજભાષા સમિતિની મુલાકાત મંડળ રેલવે પ્રબંધક કચેરી, અમદાવાદમાં પણ આ જ મહિને નિશ્ચિત કરવામાં આવી છે તમામ વિભાગ રાજભાષા નિયમો મુજબ પોતાનું કામ સુનિશ્ચિત કરે પોતાના રોજિંદા સરકારી કામમાં સહજ, સરળ સામાન્ય વાતચીતની હિન્દી ભાષાનો પ્રયોગ કરવા માટે કહ્યું તમામ વિભાગોના સભ્યોને વેબસાઈટ દ્વિભાષી અને અપડેટ કરવા માટે નિર્દેશ આપ્યા,

હિન્દીમાં નિપુણ અધિકારી તેમજ કર્મચારી પોતાનું સો ટકા કામ હિન્દીમાં કરે ,અધિકતર ડિક્ટેશન, પત્ર વ્યવહાર તથા કોમ્પ્યુટર પર કામ હિન્દીમાં કરવામાં આવે અને રેલવે કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવે તમામ રજીસ્ટર, ફાઈલોના શિર્ષક દ્વિભાષી કરવામાં આવે કોમ્પ્યુટરો પર યુનિકોડના માધ્યમથી હિન્દીમાં કાર્યને વધુ ગતિ આપે,

અપર મુખ્ય રાજભાષા અધિકારી અને અપર મંડળ રેલવે પ્રબંધક (પરિચાલન) શ્રી અનંત કુમાર એ માનનીય સંસદીય રાજભાષા સમિતિના નિરીક્ષણ સંબંધિત મંડળ રેલવે પ્રબંધક દ્વારા ધ્યાનમાં લાવવામાં આવેલી વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન આપવા તેમજ કાર્યવાહી કરવા માટે ભાર મુક્યો,

માનનીય સંસદીય રાજભાષાથી સંબંધિત કાર્ય માટે અધિકારીઓની એક ટીમ બનાવવા માટે નિર્દેશ આપ્યા પ્રભારી રાજભાષા અધિકારી તેમજ વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી જિતેન્દ્ર કુમાર જયંત દ્વારા ત્રિમાસિક પ્રગતિ અહેવાલ ની સમિક્ષા કરવામાં આવી હતી બેઠકના ઉપાધ્યક્ષ શ્રી અનંત કુમારે દિશા-નિર્દેશ તેમજ આભાર સંભાષણ આપ્યું.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.