ભારતીય બનાવટનો વિદેશીદારૂ બીચર ભરેલ ફોર વ્હીલ કાર સહિત ૩,૫૨,૮૦૪- નો મુદ્દામાલ પકડી પાડી બાલાસિનોર ટાઉન પોલીસ - At This Time

ભારતીય બનાવટનો વિદેશીદારૂ બીચર ભરેલ ફોર વ્હીલ કાર સહિત ૩,૫૨,૮૦૪- નો મુદ્દામાલ પકડી પાડી બાલાસિનોર ટાઉન પોલીસ


બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બાલાસિનોર ટી જંકશન ચોકડી ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂ બીચર ભરેલ ફોર વ્હીલ કાર સહિત કિંમત રૂપિયા ૩,૫૨,૮૦૪- નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોઘતી બાલાસિનોર ટાઉન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી,રાકેશ બારોટ સાહેબ મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.વળવી સાહેબ,લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ જીલ્લામાં પ્રોહીબીશન/જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર રેઇડ કરી અસરકારક પરીણામલક્ષી કામગિરી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન.નિનામા સાહેબ નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં અધિકારી તેમજ કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા તથા જુગારની પ્રવૃતિ ચાલતી સંભવિત જગ્યાઓ તથા પ્રોહી બુટલેગર ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે આજરોજ તા.૨૨/૨/૨૦૧૩ નાં રોજ પો.સબ.ઇન્સ શ્રી સી.કે.સીસોદીયા તથા એ.એસ.આઇ દેવેન્દ્રસિહ નટવરસિંહ બનેં ૭૧૮ તથા આ.પો.કોન્સ હાર્દીકસિહ રાજેન્દ્રસીહ બ.નં ૧૬૫ તથા આ.પો.કો દીનેશભાઇ ભલાભાઇ બ.નં ૪૧૬ વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન બાલાસિનોર ટી જંકશન ખાતે વાહન ચેકીંગમાં હતા.તે દરમ્યાન હોન્ડા અમેઝ કાર નંબર જી.જે.૦૧.આર.એ.૪૫૧૭ ની આવતા તે શંકાસ્પદ જણાતા જે ગાડીને અટકાવી તેમાં તપાસ કરતા ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા બીયરનાં ટીનનો જથ્થો મળી આવતા તે ગાડીનાં ચાલક અજય યાસીન ખાં ભાટી રહે.પ્લોટ નંબર-૧૭ ગણેશનગર-૧ જાનજયોતી પ્રાથમીક શાળા પાસે મુરલીપુરા સ્કીમ જયપુર (રાજસ્થાન) તથા વિનોદ સોમાભાઇ પગી રહે. દેદાવાડા તા.કડાણા જી.મહીસાગર નાઓ પોતાના કબ્જાની ઉપરોકત હોન્ડા અમેઝ ગાડીમાં ભારતીય બનાવટની પર પ્રાન્તીય વિદેશી દારૂ તથા બીયર ટીનની પેટીઓ –૪૭ જેમાંની નાની મોટી કાચની કંપની સીલ લેબલ વાળી બોટલો તથા ટીન બિયર કુલ ૧૫૪૮ નંગ કીમંત રૂપિયા ૧,૯૧,૨૮૦/- તથા ગાડી ની કીંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કીંમત રૂપિયા ૧૧,૦૦૦/- મળી કુલ્લે રૂl.૩,૫૨,૨૮૦/- ના મુદ્દામાલ ભરી જે મુદ્દામાલ સહ આરોપી નંબર-૩ મુકેશભાઇ રહે. લુણાવાડા તા.લુણાવાડા જી.મહીસાગર નાઓએ વેચાણ અર્થે મંગાવી તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાંમાં રહી ગુન્હો આચરેલ હોય ઉપરોકત પ્રોહી મુદ્દામાલ પકડી પાડી ઉપરોકત તમામ ઇસમો વિરુધ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરવામાં આવેલ છે.
(૧) આરોપીનુ નામ - (૧) અજય યાસીન ખાં ભાટી રહે.પ્લોટ નંબર-૧૭ ગણેશનગર-૧

જાનજયોતી પ્રાથમીક શાળા પાસે મુરલીપુરા સ્કીમ જયપુર (રાજસ્થાન) (૨) વિનોદ સોમાભાઇ પગી રહે. દેદાવાડા તા.કડાણા જી.મહીસાગર વોન્ટેડ આરોપી - (૧) મુકેશભાઇ રહે.લુણાવાડા તા.લુણાવાડા જી.મહીસાગર (૨) કબ્જે કરેલ મુદ્દામાલ- ભારતીય બનાવટનો પર પ્રાન્તીય વિદેશી દારૂ તથા બીયર ટીનની પેટીઓ - ૪૭ જેમાંની નાની મોટી કાચની કંપની સીલ લેબલ વાળી બોટલો તથા ટીન બિયર કુલ ૧૫૪૮ નંગ કીમંત રૂપિયા ૧,૯૧,૨૮૦/- તથા ગાડી ની કીંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કીંમત રૂપિયા ૧૧,૦૦૦/- મળી કુલ્લે ગ઼.૩,૫૨,૨૮૦૪- (૩) કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારી

(૧) સી.કે. સીસોદિયા પોલીસ સબ ઇન્સપેકટર

(૨) એ.એસ.આઇ દેવેન્દ્રસિંહ નટવરસિંહ બ.ન.૭૧૮

(૩) પો.કોન્સ હાર્દિકસિંહ રાજેન્દ્રસિંહ બ.ન.૧૬૫

(૪) આ.પો.કો દીનેશભાઇ ભલાભાઇ બ.નં ૪૧૬
આમ બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગિરી કરેલ છે

*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.