૫૯ ધંધુકા વિધાનસભામાં સને ૨૦૧૭ કરતાં ૨૮૬૬૦ મતદારો નો વધારો થયો. - At This Time

૫૯ ધંધુકા વિધાનસભામાં સને ૨૦૧૭ કરતાં ૨૮૬૬૦ મતદારો નો વધારો થયો.


૫૯ ધંધુકા વિધાનસભામાં સને ૨૦૧૭ કરતાં ૨૮૬૬૦ મતદારો નો વધારો થયો.

૨૦૧૭ માં ભાજપ કોંગ્રેસ શહીદ ૧૬ ઉમેદવારો હતા. અત્યારે ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.
@
સન ૨૦૧૭ વિધાનસભામાં ૨૭૯ પુલિંગ હતા જેમાં વધારો કરી ૨૯૦ પુલિંગ કરાયા.

અમદાવાદ જિલ્લાની ૫૯ ધંધુકા વિધાનસભા બેઠક માટે આગામી ૫ મી ડિસેમ્બર -૨૨ ના રોજ ચૂંટણી યોજાનાર છે જેના માટે વહીવટી તંત્ર ચૂંટણી પ્રક્રિયા સફળતા પૂર્વક પાર પાડવા દિવસ રાત કામગીરીમાં વ્યસ્ત છે.

અમદાવાદ જિલ્લાની ૫૯ ધંધુકા વિધાનસભા બેઠક અને મતવિસ્તાર ઘણો ઐતિહાસિક રહ્યો છે આ વિસ્તારમાંથી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ અને રાજ્યમાં મુખ્યમંત્રી અને મંત્રી આપ્યા છે ૫૯ ધંધુકા વિધાનસભામાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી તથા અન્ય રાજકીય પાર્ટી અને અપક્ષો સહિત ૧૬ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીને હરાવી કોંગ્રેસ મેદાન મારી ગઈ હતી આગામી ચૂંટણીમાં ચૂંટણી કરતા પાંચ ઉમેદવાર ઓછા છે કોંગ્રેસ ભાજપ અને અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ એમ તમામ મળી ૧૧ ઉમેદવારોએ ૫૯ ધંધુકા વિધાનસભા જીતવા ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.

૫૯ ધંધુકા મતવિસ્તારમાં બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા તાલુકા ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકાનો સમાવેશ થાય છે ત્યારે મતદારોની સંખ્યામાં ગત વિધાનસભા કરતા ૨૮૬૬૦ મતદારો નો વધારો નોંધાયો છે પુરુષ મતદારો કરતા મહિલા મતદારોમાં વધુ વધારો નોંધાયો છે પુરુષ મતદારો ૧૩૧૪૮ નો વધારો ત્યારે મહિલા મતદારો ૧૫૫૧૮ નો વધારો ગત વિધાનસભા ચૂંટણી મતદારો કરતા વધારો નોંધાવ્યો છે.

૫૯ ધંધુકા વિધાનસભામાં મતદારોનો વધારો નોંધાતા પુલિંગ બુથોમાં પણ વધારો થયો છે ગત વિધાનસભા ચૂંટણીમાં ૨૭૯ પુલિંગ બુથો હતા જેમાં વધારો થયો છે તાજેતરમાં યોજાનાર ચૂંટણી માટે ૨૯૦ પુલિંગ બુથો ઊભા કરવામાં આવનાર છે ચૂંટણી મતદાન સફળતાપૂર્વક પાર પાડવા પૂરતો સ્ટાફ તથા રિઝર્વ સ્ટાફની પણ નિમણૂક અપાઈ ગઈ છે પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા કરી પૂરતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે માટે વહીવટી તંત્ર અને પોલીસે પૂરતો ખ્યાલ રાખી કામગીરી હાથ ધરી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.