સાયલામાં પંથકમાં કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને ભારે નુકસાન.
હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવુ પડ્યું છે. ઝાલાવાડ પંથકમાં સાયલા તાલુકા તેમજ સામતપર, કેસરપર,આયા , બ્રહ્મપુરી, સાપર, ઢેઢુકી જેવા અનેક ગ્રામ્ય વિસ્તારમાં માવઠાથી પાકોને ભારે નુકસાન. વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જેમાં ઘઉં, વરિયાળી, જીરૂ જેવા અનેક પાકોને નુકસાન થયું છે. જેમાં વાવાઝોડાના કારણે અનેક પાકોને સુવડાવી દીધા છે. જ્યારે ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાઇ નવાઈ ગયો. એક બાજુ મોંઘવારી અને બીજી બાજુ માવઠાની અસર. ખેડૂતોને પડ્યા માથે પાટુનો માર જેવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર વહેલી તકે સહાય કરવામાં આવે.
અહેવાલ..જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.