રાજકોટ શહેર આચાર્ય સંઘ ના પ્રમુખ તરીકે વિનોદભાઈ ગજેરાની વરણીને જસદણ વીંછિયા પંથકમાં ઠેર ઠેર આવકાર
શૈક્ષણિક વર્ષ 2022 -2023 મા રાજકોટ શહેર આચાર્ય સંઘ ના પ્રમુખ તરીકે શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય - રાજકોટ ના પ્રિન્સિપાલ વિનોદભાઈ ગજેરા અને ગુરુકુળ વિદ્યાલય - રાજકોટ ના પ્રિન્સિપાલ શ્રી કિશોરભાઈ દવે મહામંત્રી , કે. પી. હિરપરા અને મમતાબેન પુરોહિત ઉપપ્રમુખ , તુષાર ભાઈ પંડ્યા સારસ્વતમંત્રી આશિષભાઈ પાઠક કલ્યાણ નિધિ કન્વીનર , શૈલેષભાઇ સોજીત્રા સહમંત્રી , ભાવેશભાઈ વ્યાસ ખજાનચી તરીકે હોદેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.
નવા નિમાયેલ પ્રમુખશ્રી વિનોદભાઈ ગજેરા રાજકોટ શૈક્ષણિક સંઘ સંકલન સમિતી ના સંયોજક, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ - ગાંધીનગર ના સંગઠન મંત્રી, શ્રી પટેલ સેવા સમાજ આટકોટ સંચાલિત કે. ડી. પરવાડીયા હોસ્પિટલ - આટકોટ જેઓનું તાજેતર માંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે લોકાર્પણ થયેલ અને વિદ્યાવિહાર હાઈસ્કૂલ - આટકોટ ના ટ્રસ્ટી, શ્રી લેઉવા પટેલ કર્મ. મંડળ - જસદણ ના ઉપપ્રમુખ, કર્મ. સહકારી મંડળી - જસદણ ના કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી રહેલ છે. પ્રમુખ સ્થાને ગજેરા વર્ષોથી સંગઠનમા જોડાયેલ, શિક્ષણ જગતના વિદ્યાર્થી,વાલી, આચાર્ય, શાળા, શિક્ષણબોર્ડ, શિક્ષણ વિભાગ ના પ્રશ્નો માટે સતત કાર્યશીલ, વહીવટી ઊંડુ જ્ઞાન ધરાવતા ,અનુભવી , તટસ્થ, સ્પષ્ટ અને સત્યવક્તા , નીડર અને આત્મવિશ્વાસ ધરાવતા શિક્ષણના પ્રશ્નોના ઉકેલ માટે કાયમ માર્ગદર્શન ની ભૂમિકા મા રહેલ.
આ તકે મેને. ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ટ્રસ્ટી ડૉ. અલ્પના બેન ત્રિવેદી , સંચાલક મંડળના ગોવિંદભાઇ ખૂંટ , જે. કે.માંકડીયા, શૈલેષભાઇ વોરા,એન. ડી. જાડેજા, પૂર્વપ્રમુખ સંજયભાઈ પંડ્યા, બી. ડી. જાડેજા, અશોકભાઈ બાણું ગરીયા, પાઠકસાહેબ , અમરશીભાઈ ચંદ્રાલા, પૂર્વ મહામંત્રીશ્રી ડી. પી. વીરડીયા , રાજ્ય આચાર્ય સંઘ ના હોદેદારો, આચાર્ય ઘટક સંઘ ના વિવિધ જિલ્લાના હોદેદારો, શૈ. સંસ્થાના સંચાલકો , શિક્ષક સંઘ , વહીવટી સંઘ સહિતના એ શુભેચ્છા પાઠવી છે. તેઓને મો. ન.9426911199 પર શુભેચ્છાઓ મળી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.