ગઢડા તાલુકા નાં રોજમાંળ ગામે ગઢડા હાઈવે રોડ ઉપર બસસ્ટેશન ખૂબ ખરાબ હાલત માં.
ગઢડા તાલુકા નાં રોજમાંળ ગામે ગઢડા હાઈવે રોડ ઉપર બસસ્ટેશન ખૂબ ગંભીર હાલત માં.
આજ રોજ ગઢડા શહેર નાં રોજમાળ ગામે છેલ્લા દશ વર્ષથી બસસ્ટેશન ખૂબ ખરાબ હોવાના કારણે ખાસ કરીને મુશાફરો, ગ્રામજનો ને ખુબ મોટી તકલીફ વેઠવી પડે છે. બસસ્ટેશન ઉપરથી પડી ગયેલ અને નીચે પાણી ભરાયા નાં દૃશ્યો સામે આવ્યા છે. ૨૦૧૯ થી લઈ વખતો વખત, ટીવી નાં માધ્યમોથી જાહેરાત, લેખિત રજૂઆતો કરવા છતાં સરપંચ તથા તાલુકાકક્ષા નાં અધિકારી ઓ ઢીલાઢફ હોય તેવું હાલ ગ્રામજનો અને મિડિયા ની સામે દેખાય રહ્યું છે. ત્યારબાદ, આ બસસ્ટેશન ચાર ગામ જેવા કે વિરાવાડી, રાયપર, રોજમાળ, લીંબાળી એમ ચાર ગામો વતી માનું એક મેઈન હાઈવે બસસ્ટેશન ગણાય છે છતાં તંત્ર કરકસર કરી રહી છે. મુસાફરો અને ગ્રામજનો નું કેહવુ છે કે જેમ બને તેમ વહેલી તકે નવા બસસ્ટેશન ની કામગીરી ખુબજ ઝળફથી શરૂ કરવામાં આવે અને આગામી દિવસોમાં હજૂ તંત્ર ધ્યાને નહિ લે તો ચાર ગામો વતી લોકો રોડ ઉપર આવીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટ : સંજના મકવાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.