સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકાની રૂપાવટી પ્રાથમિક શાળા ખાતે 'ગ્રામ જાગૃત્તિ' કાર્યક્રમ યોજાયો. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકાની રૂપાવટી પ્રાથમિક શાળા ખાતે ‘ગ્રામ જાગૃત્તિ’ કાર્યક્રમ યોજાયો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ અંતર્ગત રૂપાવટી પ્રાથમિક શાળામાં ડસ્ટબીનનું વિતરણ કરાયું.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, WRPL રાજકોટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકાની રૂપાવટી પ્રાથમિક શાળા ખાતે 'ગ્રામ જાગૃત્તિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રૂપાવટી ગામની ખેતીની જમીનોમાંથી ભૂગર્ભમાં પસાર થતી IOCLની 28 ક્રૂડ ઓઈલ પાઈપ લાઈનની સલામતી સુરક્ષા વિશે ગ્રામજનોની જાગૃત્તિ વધારવા માટે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન તેલ ઉદ્યોગમાં પાઇપલાઇનની નિર્ણાયક ભૂમિકા વિશે તેમજ પાઇપલાઇનના નુકસાન અને ચોરીને લગતા જોખમો વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી આ ઉપરાંત IOCLના રાઈટ ઓફ વે માર્કિંગ સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ ટોલ ફ્રી નંબરના ઉપયોગ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. IOCL પાઇપલાઇન સલામતી સંબંધિત પ્રથમ માહિતી માટે પુરસ્કાર યોજનાની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી તેમજ કોઈપણ વ્યક્તિ લાઇન ઉપર થતી ચોરી અથવા કોઈપણ જાતનું નુકશાન થતું હોય તેવી માહિતી આપવા બદલ તેમને પુરષ્કાર આપવામાં આવશે અને તેમનું નામ ગુપ્ત રાખવામા આવશે વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી વિસ્તૃત જાણકારી આપવામાં હતી આ તકે IOCLના મુખ્ય તકેદારી મેનેજર ફુરમલ મરંડીએ ભ્રષ્ટાચાર સામે તકેદારી બાબતે જાગૃતતા આવે તે બાબતે તેમજ ભ્રષ્ટાચારની કોઈપણ ઘટના સામે ફરિયાદ કરવા માટે PIDPI વિષે વિસ્તૃત માહિતી આપી હતી અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત રૂપાવટી પ્રાથમિક શાળામાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ માટે 'સ્વચ્છતા' થીમ પર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં IOCLના ચીફ ઓપરેશન મેનેજર હેમંત ભારદ્વાજ, અન્ય અધિકારીઓ, સરપંચ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.