ઉનાળાના પ્રારંભે જ યુનિવર્સિટીમાં પાણીની અછત, ભવનો-હોસ્ટેલમાં ટેન્કર શરૂ કરાયા
યુનિવર્સિટીમાં નળ કનેક્શન નથી, 7 જેટલા બોર છે પણ પાણી આવતું નથી
29 ભવન, ગલ્સ-બોયઝ હોસ્ટેલમાં પાંચ-પાંચ હજાર લીટરના ટાંકા મંગાવવા પડે છે
ઉનાળો શરૂ થતાં જ પાણીની અછત સર્જાવા લાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની અછત સર્જાતા હવે ભવનો અને હોસ્ટેલમાં ટેન્કર શરૂ કરવા પડ્યા છે. એકબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના નળ કનેક્શન નથી, બીજી બાજુ કેમ્પસમાં જેટલા બોર કર્યા છે તેમાં પણ પાણી ખાલી થઇ જવાને લીધે યુનિવર્સિટીમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ભવનો અને હોસ્ટેલમાં હાલ પાંચ-પાંચ હજાર લિટરના પાણીના ટેન્કર મગાવવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં 7થી વધુ બોર પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં ક્યારેક જ પાણી આવે છે. ક્યારેક બોરમાં પાણી હોતું નથી ક્યારેક પાણી ખેંચવા માટે મોટર ખરાબ થઇ જવાને કારણે પાણી મળતું નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.