બોટાદ મહિલા અભયમ 181 ટીમ દ્વારા ઘરેથીકાઢી મુકેલ પરિવારજનો દ્વારા તડછોડાયેલ મહિલાને ભટકતી પરિસ્થિતિ માંથી સુરક્ષિત સ્થળે આશરો અપાવતી મહિલા હેલ્પલાઇન ટીમ - At This Time

બોટાદ મહિલા અભયમ 181 ટીમ દ્વારા ઘરેથીકાઢી મુકેલ પરિવારજનો દ્વારા તડછોડાયેલ મહિલાને ભટકતી પરિસ્થિતિ માંથી સુરક્ષિત સ્થળે આશરો અપાવતી મહિલા હેલ્પલાઇન ટીમ


બોટાદ મહિલા અભયમ 181 ટીમ દ્વારા ઘરેથીકાઢી મુકેલ પરિવારજનો દ્વારા તડછોડાયેલ મહિલાને ભટકતી પરિસ્થિતિ માંથી સુરક્ષિત સ્થળે આશરો અપાવતી મહિલા હેલ્પલાઇન ટીમ

તા:-17-01-2023 ના રોજ એક નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવેલ કે બોટાદ તાલુકાના એક ગામના એસ.ટી.બસ સ્ટેન્ડમાં એક મહિનાથી એકલા એક વિધવા બહેન રહે છે.તેથી મદદ માટે 181 વાનની જરૂર છે
જેના પગલે 181 ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન કોસ્ટેબલ ધરેજીયા કિરણબેન તેમજ પાયલોટ ઝાલા કુલદિપભાઈ ઘટના સ્થળે બહેનની મદદ માટે પહોંચ્યા હતા. બહેન એસટી બસ સ્ટેન્ડમાં બેઠા હતા બહેન સાથે 181 ટીમે વાતચીત દરમિયાન જણાવેલ કે તેમની સાસરી એજ ગામમાં છે. તેના પતિ ત્રણ વર્ષ પહેલ ગુજરી ગયેલ છે તે પોતે નિ:સંતાન છે. તેના પતિને પહેલા લગ્નના પાંચ સંતાન છે ત્રણ દીકરા અને બે દીકરી છે. તેઓ બહારગામ રહે છે. બહેનના પતિ ગુજરી ગયા બાદ તેના દીકરાઓએ તેમને ઘરેથી કાઢી મુકેલ અને બહેન તેના પિયરમાં જતા રહ્યા હતા પિયરમા તેના ભાઈઓ પણ હવે રાખવા માંગતા નથી તેથી પાછા બહેન સાસરીમાં આવેલ પરંતુ તેમના દીકરાઓએ મકાનને તાળું મારી દીધેલ અને મકાનમાં રહેવા દેવાની ના પાડેલ ત્યારબાદ બહેન એસટી બસ સ્ટેન્ડમાં એકલા આશ્રય લઈ ને રહેતા ગામના આજુબાજુના લોકો જમવાનું આપતા એ જમતા હતા. 181 ટિમ દ્વારા બહેનની આપવીતી સાંભળીને ગામના લોકોની સાથે વાતચીત કરેલ તેમના દીકરા બહારગામ રહે છે તેમની સાથે ટેલીફોનિક વાતચીત કરેલ માતા પ્રત્યેની જવાબદારી તેમજ તેઓની કાળજી લેવાની ફરજ અંગે વાફેક કર્યા હતા. બહેન અને ગામના લોકોને બોટાદ સખી વોન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી અને બહેનને આશ્રયની જરૂર હોવાથી 181 ટીમ ગાડીમાં બેસાડી સખી વોન સ્ટોપ સેન્ટર પર લઈ જઈ આશરો અપાવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.