ધંધુકામાં વીર કિશન ભરવાડ ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી ક્રિષ્ના યુવા સંગઠન દ્વારા સ્મરણાંજલી કાર્યક્રમ 21મી યોજાશે.

ધંધુકામાં વીર કિશન ભરવાડ ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી ક્રિષ્ના યુવા સંગઠન દ્વારા સ્મરણાંજલી કાર્યક્રમ 21મી યોજાશે.


અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વીર કિશન ભરવાડ ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી ક્રિષ્ના યુવા સંગઠન દ્વારા સનાતન ના સપૂત કિશનભાઇ ભરવાડને સ્મરણાંજલી કાર્યક્રમ તારીખ 21મી ને શનિવારે રાત્રે 9:00 વાગ્યે એ પી એમ સી ધંધુકા ખાતે યોજાશે.

સાંજે 4:30 વાગ્યે યુવતીઓમાં શિક્ષણ સંસ્કાર અને સામાજિક જાગૃતિ સેમિનાર અને રાત્રે 9 વાગ્યે સ્મરણાંજલિ કાર્યક્રમમાં સંતો મહંતો ગૃહ મંત્રી હાજરી આપશે.

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં વીર કિશનભાઇ ભરવાડ ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી કિષ્ણ યુવા સંગઠન ધંધુકા દ્વારા હિન્દુ વીર કિશનભાઇ ભરવાડ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સનાતનના સપૂત ને સ્મરણાંજલિ નો કાર્યક્રમ આગામી તારીખ 21મી જાન્યુઆરીને શનિવારે રાત્રે 9:00 વાગે ધંધુકા એ પી એમ સી માર્કેટયાર્ડ ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમના પગલે માર્કેટ યાર્ડ ખાતે સાંજે 4:30 કલાકે યુવતીઓમાં શિક્ષણ સંસ્કાર અને સામાજિક જાગૃતિ વિષય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા ડોક્ટર અવનીબેન આલા પ્રાન્ત સંયોજક દુર્ગાવાહીની પ્રો લો કોલેજ ડીસા- બનાસકાંઠા તથા કાજલબેન હિન્દુસ્તાનની સામાજિક કાર્યકર બહેનોને સંબોધી માર્ગદર્શન પૂરું પાડશે રાત્રે 9 વાગ્યે યોજાવનાર સ્મરણાંજલિ કાર્યક્રમમાં રાજભા ગઢવી રાષ્ટ્રવાદી લોક સાહિત્યકાર) ઉમેશ બારોટ (લોક ગાયક) પોપટ માલધારી (લોક સાહિત્યકાર) મિતલ રબારી (લોક ગાયક) સહિતના કલાકારો હાજર રહેશે વીર કિશનભાઇ ભરવાડ સનાતન ના સપૂતને સ્મરણાંજલિ કાર્યક્રમમાં સંતો મહંતો ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા (ભારત સરકાર ગુજરાત)
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા ઉપરાંત રણછોડભાઈ ભરવાડ (આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ) વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, આસ્થા ફાઉન્ડેશન અને યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા હિન્દુ ધર્મ સેના ભગવા સેના કરણી સેના તથા સર્વે સામાજિક હિંદુ સંગઠનો વિશાળ સંખ્યામાં હાજરી આપશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »