વફાદારોને વનવાસ અને ગદ્દારોને ગાદીની પધ્ધતિ સાથે જાહેર થયેલા ઉમેદવારો
વફાદારોને વનવાસ અને ગદ્દારોને ગાદીની પધ્ધતિ સાથે જાહેર થયેલા ઉમેદવારો
પક્ષ સાથે છેડો ફાડી પોતાની વફાદારીના સિધ્ધાંતોને કલંક લગાડતા નેતાઓના પક્ષપલટાથી રાજકારણમાં હોસૅટ્રેડીંગ સિસ્ટમ આવી ગઈ છે.
ચૂંટણીની મૌસમ પુરબહાર ખીલી છે ત્યારે ઘણા નેતાઓ સતાલાલસા લઈને ફરતા હોય છે.એવા કેટલાય નેતાઓ હોય કે જેને જનતાએ ચૂંટીને ગાંધીનગરનો રસ્તો દેખાડયો હોય છે.અને કોઈ પક્ષે તેના પર વિશ્વાસ રાખ્યો હોય પણ પૈસાના લોભ-લાલચને કારણે પોતે વેચાઈ જતા હોય છે.એવા એક નેતા જે પોતાને ખેડુતપુત્ર ગણાવતા હોય અને વિપક્ષમાં બેસી સતાધારી પક્ષની નીતિઓ સામે વિધાનસભામાં ઉછળતા ઉછળતા બોલતા હોય તે કેમ મંત્રી પદની લાલચ અને કરોડો રૂપિયાની હેરાફેરી સાથે કોઈ કૌભાંડમાં સંડોવણી હોય તેની કોઈ ઈન્કવાયરી નહીં. કેમ કે એ નેતાને ખબર પડી કે સરકાર તો વિરોધીઓની આવશે તો મને મારા કાળા કરતૂતોને કારણે જેલમાં મોકલી દેશે એના કરતા રૂપિયા લો અને સતાવાળા પક્ષમાં ચૂંટણી લડો અને જીતો તોય મોજ અને હારો તોય પાછા સલામત. લોકોએ જે વિશ્વાસથી મત આપ્યા તે વિશ્વાસને વેચવા વાળા પર પાછો કોણ ભરોસો કરશે?
અને તેના સાથીદારો કે જે તેના માટે દિવસ રાત મહેનત કરતા તે લોકોને મોટી ઓફર હતી તોય આ નેતાને કારણે અને પક્ષના સિધ્ધાંતો ને પકડીને વેચાણા નહી.આવા સતાભૂખ્યા વરૂઓ રાજકારણમાં તકવાદી હોય છે.આવા નેતાઓ થી લોકશાહીના આ પવૅને લાંછન લાગતું હોય છે.અને સાથે સાથે તે જે પક્ષમાં જાય તે પક્ષના પાયાના કાર્યકરોના પરસેવાથી ઉભી થયેલી પાર્ટીમાં પેરાશુટ પહેરીને આવતા આ નેતાને પ્રજા કયારેય માફી નહી બક્ષે અને મતદાનના શસ્ત્રથી હંમેશાં માટે રાજકારણમાંથી ઘરભેગા જ કરી દેશે.
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.