સાયલા ખાતે ધારાસભ્ય કિરીટસિંહ રાણા ની ઉપસ્થિત માં ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી.
સાયલા તાલુકા ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રભક્તિના ભાવને ઉજાગર કરવાના ભાગરૂપે તથા માં ભારતીની શાનમાં અભિવૃદ્ધિ કરવાના સુગમ હેતુસર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું,યુવાઓ અને નગરજનોના દેશ પ્રત્યે ઉત્સાહ અને ઉમંગ સાથે
દેશભક્તિના આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર નાં પૂર્વ કેબિનેટ મંત્રી અને લિંબડી વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાથે ,સાયલા ગ્રામ પંચાયત સરપંચ તથાસભ્યો, પોલીસ કર્મીઓ, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નગરજનો વેપારી મંડલ, મોટી સંખ્યા માં જોડાયા હતા.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
