મેંદરડા: જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મેંદરડા પટેલ સમાજ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મેંદરડા પટેલ સમાજ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મેંદરડા પટેલ સમાજ ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા ની પ્રેરક ઉપસ્થિતિ મા કાર્યક્રમ યોજાયો જેમાં મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના કામો, ખાતમુર્હુત લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા
મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો સેવાસાતું કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ વિવિધ સ્કૂલોની વિદ્યાર્થીનીઓ દ્વારા રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજાયેલા હતા
આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્ટોલની મુલાકાત કરવામાં આવેલ અને બ્લડ ડોનેટ કેમ્પ ની મુલાકાત કરવામાં આવી તેમજ વિકલાંગ અરજદારો સાથે મુલાકાત કરી સાધન સહાય વિતરણ કરવામાં આવેલ
રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજુઆતો ના ઉકેલ માટે તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવા અનુરોધ કરવામાં આવ્યો આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નવ જેટલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ, એસબીઆઈ અને સીએસઆર ના ફંડમાંથી એલીમકો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવેલ
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર,માણાવદર મેંદરડા ધારાસભ્ય, મેંદરડા ભારતીય જનતા પાર્ટી પરિવારના આગેવાનો કાર્યકરો, ભાઈઓ બહેનો વગેરે સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ સેવા સેતુ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મેંદરડા તાલુકાના ૧૩ જેટલા ગામો અને મેંદરડા ની પ્રજાજનોને સેવા સેતુ તેમજ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
