બોટાદના હરણકુઈ વિસ્તારના વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર અપાયું
બોટાદના હરણકુઈ વિસ્તારના વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર અપાયું
બોટાદ ના હરણકુઈ વિસ્તારમાં આવેલ ડો.અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નં.7 માં હાલ ધોરણ 1 થી 8 શરૂ છે આ વિસ્તારમાં અંદાજીત 25 હજાર આસપાસ વસ્તી ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારમાં અમુક શ્રમજીવી લોકો હોવાથી વાલીગણ કોઈ પ્રાઈવેટ શાળા માં પોતાના બાળકોને શિક્ષણ અપાવી શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી બહાર અભ્યાસ કરવા માટે નથી મોકલી સકતા આ શાળા માં લગભગ 1200 જેટલા બાળકો હાલ અભ્યાસ કરેછે જ્યારે ધોરણ 8 માં અંદાજીત દરવર્ષે 120 થી ઉપર ની સંખ્યામાં બાળકો અભ્યાસ પુર્ણ કરેછે અને આગળ ના ધોરણ માટે બાળકોને બહાર અભ્યાસ કરવા જવું પડે છે ત્યારે આ શાળા માં ધોરણ 9 ન હોવા થી બાળકો ને બહાર અભ્યાસ કરવા જવાથી મુશ્કેલી પડતી હોયછે જેમાં વાલી ના કહેવા પ્રમાણે કે હાલ ના સમય સંજોગ ને ધ્યાને રાખી અમો અમારી દિકરીઓ કે દિકરાઓ ને બહાર અભ્યાસ કરવા માટે નથી મોકલી સકતા તો આ વિસ્તારમાં માં ધોરણ 9 અને 10 શરુ થાય તેવી વાલીઓ. દ્વારા માંગણી કરવામાં આવી હતી તેમજ વાલીઓ દ્રારા કહેવામા આવેલ કે સંતોષકારક ઉકેલ નહીં આવેતો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
રિપોર્ટ :- ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.