વાંકાનેરના મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડર સાથે બે ઝડપાયાં
વાંકાનેર વિસ્તારમાં આવેલ મેસરીયા ચેક પોસ્ટ ખાતે નેશનલ હાઇવે રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી.ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રી થી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમ્યાન એક સફેદ કલરની ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 વાળી નિકળતા તેને ચેક કરતા સદરહુ ગાડીમાં બે ઇસમો સવાર હોય જે ઇસમો તરૂણભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી તથા વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી વાળા હોવાનું જણાવતા બન્ને ઇસમોના કબજા ભોગવટા વાળી ઉપરોક્ત ઇનોવા કારની ઝડતી દરમ્યાન નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન વજન ૧૦.૭૬ ગ્રામ કિ.રૂ.૧,૦૭,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- અને ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧૨,૫૭,૬૦૦/નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ- ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી બન્ને ઇસમોને ધોરણસર અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.