*હિંમતનગર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમનુ આયોજન કરાયુ*
*હિંમતનગર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમનુ આયોજન કરાયુ*
***************
સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમનુ આયોજન મહાકાલી મંદિર, મહાવીર નગર, હિંમતનગર ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં હિંમતનગર નગરપાલીકા વિસ્તારમાંથી ૫૮ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક શ્રી જે. એમ. પટેલ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં અર્બન હોર્ટીકલ્ચરનુ મહત્વ તથા આધુનિક યુગમાં અર્બન હોર્ટીકલ્ચરની જરૂરિયાત વિષે ખુબ જ જીણવટ પૂર્વક માહિતી આપવામાં આવી. તદઉપરાંત “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ”ના પ્રેઝન્ટેશન સાથે કિચન ગાર્ડન માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલિમાર્થીઓ પોતાના ઘરે શાકભાજી ઉગાડી શકે એ માટેની તમામ માહિતી તથા બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનનું મહત્વની સમજાવવામાં આવ્યું હતુ.
બાગાયત અધિકારીશ્રી એસ. કે. ચૌધરી દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ લાભાર્થીઓને સર્ટીફીકેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તાલીમમાં લાભાર્થીઓને પ્લાસ્ટીકના કુંડા, પ્લાસ્ટીકની બેગ તથા શાકભાજીના ધરૂનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
****************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.