આસોપાલવ ઇકો ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા સીડ બોલ નો છટકાવ કરવામાં આવ્યો
સિહોર.શ્રાવણ માસની રજાઓ અને વરસાદનો સમય જેમાં સોનગઢ ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે ચાલતી આસોપાલવ ઇકો ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા સીડ બોલ નો છટકાવ કરવામાં આવ્યો જેમાં આજુબાજુના ગામ એટલે કે પીપરલા, પાંચવડા, કરકોલીયા, નાના સુરકા ,મોટા સુરકા, કાટોડીયા ,જીથરી,
અમરગઢ અને આંબલાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં સીડ બોલ એટલે કે બીજના માટી સાથે મેળવીને દડા બનાવવામાં આવેલ અને એ દડા નું તહેવારો વખતે બાળકોને વિતરણ કરેલ જે બાળકો મેળો માણવા પોતાના ગામથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે જ્યાં જ્યાં રસ્તામાં એવું લાગે ત્યાં ત્યાં સિડ બોલ ફેંકેલા જેનું પરિણામ આવનારા દિવસોમાં જોવા મળશે આ વિચારની પ્રેરણા સંસ્થાના મુખ્યાધિષ્ઠાતાશ્રી ડૉ.જયદીપસિંહ ચૌહાણ દ્વારા મળેલ અને આચાર્યશ્રી અભયસિંહ ગોહિલના પ્રયત્નો દ્વારા આ કાર્ય સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં ઇકો ક્લબ ઇન્ચાર્જ દીપકભાઈ શુકલ ગુરુજી તથા આસોપાલવ ઇકો ક્લબના ,૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા
રિપોર્ટ.નટવરલાલ.જે. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.